આમિર-સલમાન ખાન અંગે શારરૂખ ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણીને ચોંકી જશો તમે
સલમાન વિશે હાલમા જ શાહરૂખે એક ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સલમાનને ફિલ્મ અને ઇમોશન્સની ખુબજ સારી સમજ છે. અને તેને તે વાતની પણ જાણકારી છે કે કઇ ફિલ્મમાં દર્શકોશું જોવાનું પસંદ કરશે.'
શાહરૂખ ખાને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, ‘અમને ખબર છે કે, અમે મિત્ર છીએ. 25 વર્ષથી અમે સાથે છીએ, અમે જ્યારે પણ મળીએ છીએ ત્યારે ખૂબ વાતો કરીએ છીએ અને એક બીજાની મજાક કરીએ છીએ. સાથે જ અમે એક બીજાના સુખ, દુઃખ, સફળતાને લઈને પણ વાત કરીએ છીએ.’
નવી દિલ્હીઃ બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનનું કહેવું છે કે, તે ક્યારેય આમિર ખાન અને સલમાન ખાન સાથે કામ કરવા વિશે વાત નથી કરતા. તેમણે આ વાત કોલકાતા ફિલ્મોત્સવ દરમિયાન મીડિયાના પૂછવામાં આવેલ સવાલના જવાબમાં કહી હતી. શાહરૂખ ખાને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, સામાન્ય રીતે આમિર અને સલમાનની સાથે કામની વાત શેર નથી કરતા. તે ત્રણેય સારા મિત્ર છે અને એક બીજાનું સન્માન કરે છે.