ગુજરાત ભાજપના ક્યા નેતાને ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રભારી બનાવ્યા
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા ગોરધન ઝડફિયાને પણ ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની જવાબદારી સોંપાઇ છે. ગોરધન ઝડફિયા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે. ગોરધન ઝડફિયાની સાથે સાથે દુષ્યંત ગૌતમ અને નરોત્તમ મિશ્રાને પણ પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બસપાના ગઠબંધન થવાની શક્યતાને કારણે ભાજપને અહી જોરદાર ટક્કર મળવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સિવાય કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર રાજસ્થાનમાં અને થાવરચંદ ગેહલોતને ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રભારી બનાવાયા છે. ભાજપના મહાસચિવો ભૂપેન્દ્ર યાદવ અને અનિલ જૈનને ક્રમશ બિહાર અને છત્તીસગઢની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભાના સભ્ય વી.મુરલીધરન અને પાર્ટી સચિવ દેવધર રાવને આંધ્રપ્રદેશમાં ચૂંટણીની જવાબદારી સોંપી છે. મહેન્દ્રસિંહને આસામના પ્રભારી બનાવાયા છે. ભાજપે તે સિવાય અનેક રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીઓની નિમણૂક કરી છે. આ રાજ્યોમાં હિમાચલપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, પંજાબ, તેલંગણા અને સિક્કિમનો સમાવેશ થાય છે.
ગાંધીનગરઃ ભાજપે આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2019 લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે 17 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટણી પ્રભારની નિમણૂક કરી છે. રાજ્યદીઠ ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપે ગુજરાતના ચૂંટણી પ્રભારી બદલ્યા છે. ભૂપેન્દ્ર યાદવના સ્થાને ફરીવાર ઓમપ્રકાશ માથુર ભાજપે દાવ ખેલ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -