નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનું ઘર મન્નત ખૂબ આલીશાન છે. પરંતુ શું તમને ખબર છે તેની વેનિટી વેન પણ આલીશન બંગલાથી કંઈ કમ નથી. મોટી સ્પેસ, લોનથી સુસજ્જ શાહરૂખની વેનિટી વેનના દિવાના માત્ર તેના ફેન્સ જ નહીં બોલિવૂડની સેલિબ્રિટીઝ પણ છે. હાલમાં જ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે શાહરૂખની વેનિટી વેન વિશે સરપ્રાઈઝિંગ ફેક્ટ્સ જણાવ્યા. તેને સાંભલીને તમે પણ ચોંકી જશો.

એક ઈન્ટરવ્યુમાં વાત કરતા સ્વરા ભાસ્કરને જ્યારે બેસ્ટ વેનિટી વેન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, ‘બિલકુલ શાહરૂખ ખાનની, તેમની વેનિટી વેન ઘણી મોટી અને શાનદાર છે. શાહરૂખ ખાનને દુનિયાના બધા સમાચારો સાથે માહિતગાર રહેવાનું ગમે છે. વેનિટી વેનમાં ચિલ કરાવનારા સૌથી મજેદાર વ્યક્તિ શાહરુખ ખાન છે.’

સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે, શાહરૂખ ખાનની વેનિટી વેનનું બાથરૂમ પણ 1BHK જેટલું મોટો છે. સ્વરા ભાસ્કર તેની આગામી ફિલ્મ શીર કોરમામાં જોવા મળશે. આ ફિલ્મમાં LGBTQ કોમ્યુનિટીના સ્ટ્રગલને દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં સ્વરા ભાસ્કરની સાથે દિવ્યા દત્તા અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.