નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વાર્ષિક સાધારણ સભા આજે એટલે કે સોમવારે મળશે. કહેવાય છે કે, આ બેઠકમાં રિલાયન્સ યૂઝરોને ખુશખબર આપી શકે છે. 42મી એજીએમ બેઠક મુંબઈમાં બિરલા માતુશ્રી હોલમાં આજે સવારે 11 કલાકે શરૂ થશે. બેઠકમાં આરઆઈએલના ચેરમેન નુકેશ અંબાણી કંપનીના શેરહોલ્ડરોને સંબોધિત કરશે.


આજે મળનારી એજીએમ બેઠકમાં કંપની એન્ડ્રોઈડ ગો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરનાર નવા ફીચર સ્માર્ટફોન JioPhone 3ને લોન્ચ કરી શકે છે. એટલું જ નહીં કંપની મીટિંગમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સેગમેન્ટ માટે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. સાથે જ કંપની Reliance Jio GigaFiberની પણ જાહેરાત કરી શકે છે. કંપની એક વર્ષથી દેશના કેટલાક શહેરોમાં સર્વિસની ટેસ્ટિંગ કરી રહી હતી. જિયો ગીગાફાયબર પોતાના યૂઝર્સને હાઈ સ્પીડ ઈન્ટરનેટની સાથે સ્માર્ટ હોમ કનેક્ટિવિટી અને જિયો ટીવી જેવી ઘણી સર્વિસ ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે.

શરૂઆતમાં જિયો ગીગાફાયબરના કનેક્શન કંપનીએ ટ્રાયલ દરમિયાન 4,500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ સાથે ઉપલબ્ધ કરાવી હતી. જો કે હવે કંપનીએ આની કિંમતને ઓછી કરીને 2,500 રૂપિયા કરી દીધા છે. સબસ્ક્રિપ્શનની વાત કરવામાં આવે તો ગીગાફાયબરના સબસ્ક્રિપ્શનની શરૂઆત 600 રૂપિયા પ્રતિમાસથી થશે. તેમાં યૂઝર્સને 50Mbpsની સ્પીડ સાથે 100GB ડેટા મળશે. ડેટા બેનિફિટ સિવાય આ પ્લાનમાં લેન્ડલાઈન માટે કોમ્પ્લિમેંટ્રી ફ્રી કોલિંગ પણ ઓફર કરાવવામાં આવશે. મોંઘા પ્લાનની વાત કરવામાં આવે તો તેની કિંમત 1,000 રૂપિયા કે તેનાથી વધારે પણ હોઈ શકે છે.