PM Modi Birthady: બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને ગુરુવારે સાંજે પીએમ મોદીને તેમના 70માં જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી. શાહરૂખ ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કર્યું, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસ પર તેમના સારા સ્વાસ્થ્ય અને ખુશી માટે શુભેચ્છાઓ.

પીએમ મોદીએ શુભકામનાઓ માટે શાહરૂખ ખાનને ટ્વીટ કરીને આભાર માન્યો. તેમણે લખ્યું, ‘આભાર શાહરૂખ ખાન, મને વિશ્વાસ છે કે તમે હાલમાં આઈપીએલની સીઝનને લઈને વ્યસ્ત હશો.’ પીએમએ સલમાન ખાન, અક્ષય કુમાર, માધુરી દીક્ષિત સહિત અન્ય સ્ટારનો પણ આભાર માન્યો હતો.


બોલિવૂડ એક્ટર સલમાન ખાને પણ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી હતી. સલમાન ખાને સોશિયલ મીડિયા પર પીએમ મોદીની સાથે પોતાની તસવીર શેર કરી અને જન્મદિવસનુ શુભેચ્છા પાઠવતા તેમના લાંબા આયુષ્યની કામના કરી છે. સલમાન ખાનની આ પોસ્ટ પર તેના ફેન્સે પણ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી અને સલમાન ખાનના આ નિર્ણયના વખાણ કરી રહ્યા છે.

આ પહેલા પીએમ મોદીના 70મા જન્મદિવસ પર સલમાન ખાન, આમિર ખાન, અનિલ કપૂર, લતા મંગેશકર, કંગના રનૌત અને અભિષેક બચ્ચન જેવા સ્ટારે તેમને શુભેચ્છા પાઠવી.