✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટેલિવૂડની કઈ અભિનેત્રી બોલ્ડ ફોટોને કારણે થઈ ટ્રોલ, યુઝરે ટૂંકા કપડાંને લઈને શું કરી કોમેન્ટ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 May 2018 11:26 AM (IST)
ટેલિવૂડની કઈ અભિનેત્રી બોલ્ડ ફોટોને કારણે થઈ ટ્રોલ, યુઝરે ટૂંકા કપડાંને લઈને શું કરી કોમેન્ટ, જાણો વિગત
1

2

3

રુબીનાએ અગાઉ જીયા માણેકની જગ્યાએ ‘જીની ઔર જુજૂ’ શોમાં કામ કર્યુ હતું. રુબીના અત્યાર સુધીમાં ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેણે છોટી બહૂ, જય શ્રી ક્રિષ્ના, સાસ બીના સસુરાલ, નચ લેવે વીથ સરોજ ખાન, પુનર્વિવાહ, દેવો કે દેવ મહાદેવ સહિતના શોમાં કામ કર્યું છે.

4

હિમાચલ પ્રદેશ-સિમલામાં જન્મેલી ટીવી અભિનેત્રી રૂબીના દિલૈકનું હુલામણું નામ રાધિકા છે. તે 2008માં મિસ સિમલાનો ખિતાબ પણ જીતી ચૂકી છે. રુબીના વાસ્તવમાં એક સાહસિક, મજાક કરનારી અને પ્યારી છોકરી છે.

5

ટીવી પર સંસ્કારી બહુનો રોલ પ્લે કરનાર રૂબીના દિલૈક ફક્ત શ્રેષ્ઠ અદાકારા નથી પરંતુ રીયલ લાઈફમાં પણ તે વધારે સુંદર અને હોટ લાગે છે. રુબીના અત્યારે સિરીયલ ‘શક્તિ-અસ્તિત્વ એક અહેસાસ કી’માં સૌમ્યાનો રોલ પ્લે કરી રહી છે.

6

રૂબીનાએ જણાવ્યું હતું કે, અમારા નજીકના સંબંધીઓ શિમલામાં રહે છે અને અમે મેરેજ માટે આ જગ્યા પસંદ કરી છે. રૂબીનાએ કહ્યું હતું કે, જોકે, હું ઇચ્છુ છું કે, મારા મેરેજ કુદરતી વાતાવરણની વચ્ચે થાય.

7

ટીવી સિરીયલ છોટી બહુના રોલથી ફેમસ થયેલ એક્ટ્રેસ રૂબીના દિલૈક તેના બોયફ્રેન્ડ અભિનવ શુક્લા સાથે બહુ જલ્દી લગ્નગ્રંથીથી જોડાશે. રૂબીનાએ અભિનવ સાથે 21 જૂને મેરેજ કરવાનો નિણર્ય કર્યો છે. બંન્નેએ વેડિંગ માટે શિમલા પસંદ કર્યું છે તેવું જાણવા મળ્યું છે.

8

રુબીના ઘણા લાંબા સમયથી બોયફ્રેન્ડ અભિનવ સાથે રિલેશનમાં હતી અને સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સગાઈની રિંગનો ફોટો શેર કરતા રુબીનાએ લખ્યું હતું કે, ‘અને મેં હાં કહી દીધું….’ બીજી તરફ, અભિનવે પણ ફોટો શેર કરતા થેન્ક્સ કહ્યું છે.

9

ઉલ્લેખનીય છે કે, ચેનલ પર આવનાર ફેમસ શો ‘શક્તિ’માં કિન્નર બહુનો રોલ પ્લે કરી રહેલ સૌમ્યા એટલે કે રૂબીના દિલૈકે તેના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. આ વાતની ખબર તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આપી હતી.

10

જોકે, રુબીના તેના હોટ ફોટોને લઈને ટ્રોલ પણ થઈ છે. એક યુઝરે કહ્યું હતું કે, રૂબીનાજી પ્લીઝ પૂરા કપડાં પહેરી લો અને તમે અમારા બધાંના દિલની જાન છો પરંતુ આ પ્રકારના ફોટોશૂટ પ્લીઝ શેર કરશો નહીં. એક અન્ય યુઝરે લખ્યું કે, શું તમને લોકોને શરમ આવતી નથી? તમારી ફેમિલી કેવી રીતે આ બધું સ્વીકારી લે છે.

11

મુંબઈ: ટેલીવિઝનની ‘કિન્નર બહુ’ રુબીના દિલૈક તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ ફોટોને લઈને ચર્ચામાં આવી છે. રુબીના દિલૈકે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક હોટ ફોટોઝ શેર કર્યા છે. જેમાં તે બોલ્ડ લૂકમાં જોવા મળી હતી. નોંધનીય છે કે સીરિયલ 'શક્તિ'માં કિન્નર બહુ સૌમ્યાનો રોલ અદા કરનારી રુબીના દિલૈકે તેનાં બોયફ્રેન્ડ અભિનવ સાથે સગાઇ કરી લીધી છે.

  • હોમ
  • મનોરંજન
  • ટેલિવૂડની કઈ અભિનેત્રી બોલ્ડ ફોટોને કારણે થઈ ટ્રોલ, યુઝરે ટૂંકા કપડાંને લઈને શું કરી કોમેન્ટ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.