જ્યારે શિવરાજે કહ્યું- હું જઇ રહ્યો છું... તો નેક્સ્ટ એમપી CMની રેસમાં ઉછળ્યું આ નેતાનું નામ, જાણો કોણ
જોકે, કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહેલી વાતો પર પ્રતિક્રિયા પણ આપી દીધી છે. તેમને ટ્વીટ કરીને લખ્યું, 'કાર્યક્રમમાં મારા માટે રિઝર્વ રાખેલી ખુરશીને લઇને મજાક શું કરી લીધી. કેટલાક મિત્રો અત્યંત આનંદિત થઇ ગા. ચલો આનંદ વ્યાખ્યાનમાં જવાનું સફળ થઇ ગયું.'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખરેખર, આ બધી વાતોની શરૂઆત ત્યારે થઇ જ્યારે ઝાબુઆમાં એક કાર્યક્રમમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, દુનિયામાં કંઇજ પરમેનન્ટ નથી. ખુરશીના તરફ ઇશારો કરતાં સીએમ શિવરાજે બોલ્યા, હું તો જઇ રહ્યો છું સીએમની ખુરશી પર કોઇપણ બેસી શકે છે. મુખ્યમંત્રીના આ નિવેદનથી ચર્ચા વધુ જોરમાં આવી ગઇ છે. આ કૉમેન્ટને લઇને કેટલાક લોકો ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાશ વિજયવર્ગીયને એપમીના નેક્સ્ટ સીએમના દાવેદારના રૂપમાં જોઇ રહ્યાં છે. મામલે એટલે સુધી વધી ગયો કે કૈલાશ વિજયવર્ગીયને સામે આવીને સ્પષ્ટતા કરવી પડી હતી.
આજના શિવરાજ સિંહના ખુરશી વાળી કૉમેન્ટને લઇને કેટલાક રાજકીય તર્ક લગાવવામાં આવી રહ્યાં છે કે શું શિવરાજે આ પોતાના ભવિષ્યની વાત તો નથી કહી દીધીને કે તે હવ સત્તામાં પરત નહીં આવી શકે. કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું હતું કે, શિવરાજને હકીકત સમજાઇ રહી છે. ચૂંટણી થવામાં હજુ સમય છે પણ અત્યારથી તેઓ હતાશ થવા લાગ્યા છે.
કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરીને કહેવું પડ્યું કે, મધ્યપ્રદેશમાં નેતૃત્વ પરિવિર્તનને લઇને ચાલી રહેલા બધા સમાચારો એકદમ ખોટા છે, અને તે અફવા માત્ર છે. રાજ્યમાં આગામી ચૂંટણી, માનનીય મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણજીના નેતૃત્વમાં જ લડવામાં આવશે.
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં આ વર્ષે યોજાનારી ચૂંટણી બાદ સીએમની ખુરશી પર કોણ બેસસે, તેને લઇને રાજકારણમાં અનેક કયાસો લગાવવામાં આવી રહ્યાં છે. એમપીના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ સીએમની ખુરશી માટે આપેલા એક નિવેદન બાદ રાજકારણ ચર્ચાનું મોજુ ફરી વળ્યું છે. મધ્યપ્રદેશના નેક્સ્ટ સીએમની રેસમાં શિવરાજનું નામ હજુ પણ બરાબર નક્કી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -