શાલિનીએ કહ્યું, ‘મને બોલિવૂડની સારી શરૂઆત માટે ‘જયેશભાઈ જોરદાર’થી સારી તક ન મળી શકી હોત. હું ભાગ્યશાળી છું કે મને પ્રોડ્યૂસર મનીષ શર્મા અને મારા ડાયરેક્ટર દિવ્યાંગ ઠક્કરના ઓડિશનમાં પ્રભાવિત કરી શકી. મેં ઘણી મહેનત કરી હતી અને જ્યારે મને યશરાજ ફિલ્મ્સ તરફથી કન્ફર્મેશન માટે ફોન આવ્યો તો એ મારા અભિયન માટે મોટી માન્યતા હતી.’
તેણે વધુમાં કહ્યું હતું કે,” પાવરહાઉસ સમાન રણવીર સિંહ સાથે કામ કરવાથી એક આર્ટિસ્ટ તરીકે મારો આત્મવિશ્વાસ વધશે. હું મારા તરફથી ૨૦૦ ટકા યોગદાન આપવાના પૂરા પ્રયાસ કરીશ. ” શાલિનીએ રણવીરના અભિનયના ભારોભાર વખાણ કર્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે, ”મને આશા છે કે, જયેશભાઇ જોરદાર ફિલ્મ કરીને હું વધુ સારી એકટર સાબિત થઇશ.”
શાલિની બોલિવુડમાં પોતાનું ડેબ્યુ તો કરી રહી છે પણ નસીબ સાથ આપે છે કે નહીં તે પણ જોવાનું રહેશે, કારણ કે આ પહેલાં સાઉથની સેક્સીએસ્ટ અને અભિનયમાં પણ એક્કી એવી ઘણી સાઉથની અભિનેત્રીઓ હિન્દી સિનેમામાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે. પણ તેમના લલાટે એક પણ સુપરહિટ ફિલ્મ નથી બોલી અથવા તો માત્ર એક બે ફિલ્મો કરી ફરી સાઉથ સિનેમાની વાટ પકડવાનો વારો આવ્યો. ત્યારે જયેશભાઈ જોરદારથી શાલિનીનું નસીબ જોરદાર ભાગે છે કે નહીં તે જોવાનું રહેશે.