ટીવી એક્ટ્રેસ શમાએ બિકિની તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં ફરી લગાવી આગ
abpasmita.in | 03 Aug 2019 08:31 PM (IST)
શમાએ પોતાના કરિયરની શરૂઆત 2003માં શો યે મેરી લાઈફથી કરી હતી. આ શો બાદ શમાએ ટીવી શો બાલવીરમાં ભયંકર પરીની ભૂમિકા નિભાવી જે લોકોને ખૂબ પસંદ આવી હતી.
મુંબઈ: ટીવી એક્ટ્રેસ શમા સિકંદર પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. ફરી એક વખત શમાએ પોતાના વેકેશનની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. શમા શિકંદરના ફેન્સ તેની હોટ તસવીરોની રાહ જોતા હોય છે. એક્ટ્રેસ છેલ્લા ઘણા સમયથી પોતાના વેકેશનની તસવીરો ફેન્સ સાથે સતત શેર કરી રહી છે. શમા હાલ પોતાના બોયફ્રેન્ડ સાથે વેકેશને એન્જોય કરી રહી છે. શમાએ પોતાના કરિયરની શરૂઆત 2003માં શો યે મેરી લાઈફથી કરી હતી. આ શો બાદ શમાએ ટીવી શો બાલવીરમાં ભયંકર પરીની ભૂમિકા નિભાવી જે લોકોને ખૂબ પસંદ આવી હતી. શમાએ પોતે ખુલાસો કર્યો હતો કે 15 વર્ષેની હતી ત્યારે તેણે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. આ તમામ તસવીરો શમા સિકંદરના ઈન્સટાગ્રામ પરથી લેવામાં આવી છે.