નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઓટો ક્ષેત્રના સંકટ અને આર્થિક વિકાસમાં આવેલી મંદીને લઈને શનિવારે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર દેશમાં કંઈ નિર્માણ નથી કરી શકતી, તે માત્ર દશકોની મહેનતથી બનેલી સંસ્થાઓને ધ્વસ્ત કરી શકે છે.



રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું, ભાજપ સરકાર કંઈ નિર્માણ નથી કરી શકતી, તે માત્ર એ વસ્તુઓને નષ્ટ કરી શકે છે જે દશકોથી દેશે મહેનત કરી હાંસલ કરેલી છે. આ પહેલા પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો હતો કે દેશના કેટલાક જાણીતા ઉદ્યોગપતિઓના જણાવ્યા છતા આ સરકાર વિકાસના બદલે વિભાજનમાં લાગી છે.

સુરેજવાલાએ ટ્વિટ કર્યું, કારના વેચાણમાં 15થી 48 ટકા સુધી ઘટાડો થયો છે. 30 સ્ટીલ કંપનીઓ બંધ થઈ છે. તેમણે દાવો કર્યો છે કે ઔદ્યોગિક ક્ષેત્રના પ્રમુખ નામ રાહુલ બજાજ,આદિ ગોદરેજ, નારાયણમર્તિના સામાજિક વૈમનસ, ઘૃણા અપરાધ અને મંદીને લઈને જાણ કરી. સુરેજવાલાએ કહ્યું, છતાં મોદી સરકાર રોજગારના બદલે તિરસ્કાર અને વિકાસના બદલે વિભાજન પર ધ્યાન લગાવે છે. આ ન્યૂ ઈન્ડિયા છે.