મુંબઇઃ શનાયા કપૂર (Shanaya Kapoor) બૉલીવુડમાં એન્ટ્રી કરશે એ જાહેરાત તો થઇ ચૂકી છે, પરંતુ હાલ તે એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ નથી. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તેની પૉસ્ટ ટૉપ એક્ટ્રેસના દિલોમાં પણ ધડકનો વધારી દેશે. શનાયા કપૂર ફિલ્મોમાં ડેબ્યૂથી પહેલા ખુબ તૈયારીઓ કરી રહી છે. આ વાત તેને તાજેતરમાં જ કરાવેલા નવા લેટેસ્ટ ફોટોશૂટથી સાબિત કરી દીધી છે. તેને બતાવી દીધુ છે કે તે કોઇથી પણ કમ નથી, અને તે પહેલાથી જ ઇન્ડસ્ટ્રીમાં રહેલી હીરોઇનોનો ટક્કર આપવા આવી રહી છે.
બિકીનીમાં કરાવ્યુ ફોટોશૂટ
બુધવારે શનાયા કપૂરે ઇન્સ્ટાગ્રામ (Shanaya Kapoor Instagram) પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટનો વીડિયો અને કેટલીક તસવીરો શેર કરીને હંગામો મચાવી દીધો હતો. અને આ હંગામો થવા યોગ્ય જ હતો કેમેકે શનાયાએ ફોટોશૂટમાં એવી અદાઓ અને પૉઝ આપ્યા છે, જે ખરેખરમાં લોકોનો શ્વાસ અટકાવી દે તેવા છે. શનાયાએ બિકીની પહેરેલી છે, અને સાથે જ એક મોટી હૈટ પણ લગાવી છે. આ ફોટોશૂટ હાલ ખુબ ચર્ચામાં છે.
આ વીડિયોથી એક વાત તો સ્પષ્ટ છે કે શનાયાએ બૉલીવુડની બિકીની ગર્લ્સની ખરેખરમાં છુટ્ટી કરી દીધી છે.
શનાયા કપૂરને જ્યારે પણ સોશ્યલ મીડિયા દ્વારા યૂઝર્સે જોઇ છે, તો તે માત્ર ગ્લેમરસ, બૉલ્ડ અને સ્ટાઇલિસ અંદાજમાં દેખાઇ છે. અને તે પોતાની આ સ્ટાઇલના કારણે જ શનાયાએ મોટા પ્રમાણમાં પોતાનુ ફેન ફોલોઇંગ વધારી દીધુ છે. વળી આ વખતે શનાયાએ બાકીની તસવીરોથી અલગ તસવીરોથી ચોંકાવી દીધા હતા. એક્ટ્રેસ બનવા જઇ રહી શનાયાએ ચાર તસવીરો શેર કરી છે, જેમાં અલગ અલગ અંદાજમાં અલગ અલગ તસવીરોનો કોલાજ બનાવ્યો છે. શનાયાની આ તસવીરો સામે આવ્યા બાદ ફેન્સ પણ મજેદાર કૉમેન્ટ કરીને સાથે સાથે રિએક્શન્સ આપી રહ્યાં છે, અને તેમને તેમનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.