વડોદરાઃ વડોદરામાં સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટરના સંચાલિકા અને મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. શ્રીનાથ પ્લાઝા સોસાયટીના લોકોએ વિરોધ કરતાં મારામારી થઈ હતી. શ્રીનાથ પ્લાઝા સોસાયટીમાં જ સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટર ચલાવાય છે.  


સેન્ટરમાં કોરોના પોઝિટિવ દર્દીઓને ગેરકાયદે રાખવામાં આવ્યા હોવાની વાત સામે આવતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરનારા સ્થાનિક લોકો સાથે સેન્ટરના સંચાલિકા આશાબેન લીમ્બાચીયાએ મારામારી કરી હતી.  દંડો લઈ મહિલા સંચાલિકા સ્થાનિક લોકો સાથે ઘર્ષણ કરવા ઉતર્યા, મારવા માટે ચપ્પલ પણ ઉગામ્યું હતું. લોકો કોરોના પોઝિટિવ દર્દીઓને ના રાખવા સેન્ટરના સંચાલિકાને રજૂઆત કરી રહ્યા હતા.  


સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટરમાં વૃદ્ધ લોકોને રાખવામાં આવે છે. ગોત્રી સેવાસી રોડ પર સેન્ટર આવેલું છે.







રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1333 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9873 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4098 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 



રાજ્યમાં અત્યાર સુધી 7,75,083 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 26232 પર પહોંચ્યો છે. જેમાંથી 472 દર્દી વેન્ટિલેટર પર અને 28543 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.21  ટકા છે.  



 





ક્યાં કેટલા કેસ નોંધાયા?
અમદાવાદ કોપોરેશન 232, સુરત કોપોરેશન 177, વડોદરા કોપોરેશન 225, રાજકોટ કોર્પોરેશન 116, સુરત 177, જુનાગઢ 80 નોંધાયા છે.



ક્યાં કેટલા થયા કુલ મોત?
અમદાવાદ કોપોરેશન 3336, સુરત કોપોરેશન 1876, વડોદરા કોપોરેશન 665,  રાજકોટ કોર્પોરેશન 708, જુનાગઢ 386, ગાંધીનગર 286 અને જામનગરમાં 458 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. 
 
રાજ્યમાં આજે એટલે કે 24 કલાકમાં 4098 દર્દીઓ સાજા થયા છે, એટલે કહી શકાય છે રાજ્યમાં રિક્વરી રેટ વધી રહ્યો છે. રાજયમાં સાજા થવાનો દર 95 ટકાથી ઉપરનો છે.