શશિ થરૂર સાથે જોવા મળેલી ડિયાના ઉપ્પલ મૂવી એક્ટ્રેસ છે. ડિયાનાએ ‘યે હૈ ઈન્ડિયા’, ‘હાર્ડ કોર’, ‘બોર્ન ટુ બી કિંગ’, ‘રિવોલ્વર રાની’ અને ‘ધ ગેંગ્સ ઓફ મુંબઈ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ડિયાના બ્યૂટી કોન્ટેસ્ટ વિનર હોવાની સાથે બિઝનેસવુમન પણ છે. 2012માં તે મિસ ઈન્ડિયા યુકે રહી ચૂકી છે.
અમેરિકાના ચર્ચિત રિયાલિટી શો ‘બિગ બ્રધર 13’માં પણ ડિયાના જોવા મળી છે. આ સિવાય તેણે ટીવી શો ‘ફિયર ફેક્ટર’ અને ‘ખતરોં કે ખિલાડી 5’માં કામ કર્યું છે.
શશિ થરૂર અને ડિયાનાની તસવીર જોઈને કમાલ આર ખાન ઉર્ફ KRK ભડકી ગયો હતો. KRKએ તસવીર ટ્વિટર કરીને લખ્યું, “ખૂબસુરત, હોટ અને સેક્સી ડિયાના ઉપ્પલ તારે સમજવું જોઈએ કે હું તને આ વૃદ્ધ કરતાં વધુ પ્રેમ કરું છું.” કેઆરકેના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ખૂબ ટ્રોલ કર્યો છે.