નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં આજે મહા મુકાબલો જોવા મળશે, જેમાં સેમિ ફાઇનલની ત્રીજી ટીમ નક્કી થઇ જશે. આજની મેચ ન્યૂઝીલેન્ડ અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે ચેસ્ટર લી સ્ટ્રીટમાં રમાવવાની છે. મેચના રિઝલ્ટથી પાકિસ્તાન ટીમ પર મોટી અસર પડી શકે છે.
આજની મેચમાં યજમાન ઇંગ્લેન્ડ ટીમ જીત મેળવીને સેમિ ફાઇનલમાં પહોંચવાની કોશિશ કરશે તો સામે ન્યૂઝીલેન્ડ જીત મેળવીને સેમિ ફાઇનલમાં આગળની પૉઝિશન માટે રમવા ઉતરશે.
આજની મેચમાં હાર-જીતની અસર ખાસ કરીને પાકિસ્તાનની ટીમ પર વધુ પડશે. જો આજે ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે હારી જાય છે, અને પાકિસ્તાની ટીમ બાંગ્લાદેશની હરાવી દે છે તો પછી પાકિસ્તાની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી જશે.
વળી, જો ઇંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડ સામે જીતી જાય છે, અને પાકિસ્તાન બાંગ્લાદેશને મોટા માર્જીનથી હરાવે છે, તો રનરેટનો મામલો આવી શકે છે, એટલે કે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બન્ને ટીમમાંથી રનરેટના આધારે સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે.
World Cup 2019: આજે નક્કી થશે સેમિ ફાઇનલની ત્રીજી ટીમ, પાકિસ્તાન પર ફસાઇ શકે છે પેચ
abpasmita.in
Updated at:
03 Jul 2019 11:14 AM (IST)
આજની મેચમાં યજમાન ઇંગ્લેન્ડ ટીમ જીત મેળવીને સેમિ ફાઇનલમાં પહોંચવાની કોશિશ કરશે તો સામે ન્યૂઝીલેન્ડ જીત મેળવીને સેમિ ફાઇનલમાં આગળની પૉઝિશન માટે રમવા ઉતરશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -