સમલૈંગિકતા રિલેશન પર આધારિત સ્વરા ભાસ્કરની ફિલ્મ ‘Sheer Qorma’નું ટ્રેલર રિલીઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Feb 2020 08:35 PM (IST)
ફિલ્મની કહાની સમલૈંગિકતા રિલેશન પર આધારિત છે. જેમાં દિવ્યા, સાઈરાની ભૂમિકમાં છે જ્યારે સ્વરા, સિતારાની ભૂમિકામાં નજર આવશે. બન્ને 10 વર્ષથી એકબીજા સાથે રહે છે.
મુંબઈ: આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન ’ થોડા દિવસો પહેલા જ રિલીઝ થઈ છે, જેને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આવી જ એક સમલૈંગિકતા પર આાધારિત ફિલ્મ સ્વરા અને દિવ્યા દત્તા લઈને આવી રહ્યાં છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તાની ફિલ્મ ‘શીર કોરમાં’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની કહાની સમલૈંગિકતા રિલેશન પર આધારિત છે. ફિલ્મને ફરાજ આરિફ અન્સારી ડાયરેક્ટ કરી રહ્યાં છે અને શબાના આઝમી ફિલ્મમાં મહત્વના રોલમાં નજર આવશે. આ ફિલ્મની કહાની બે મુસ્લિમ યુવતીઓ વિશે છે. ફિલ્મમાં દિવ્યા, સાઈરાની ભૂમિકમાં છે જ્યારે સ્વરા, સિતારાની ભૂમિકામાં નજર આવશે. બન્ને 10 વર્ષથી એકબીજા સાથે રહે છે. સાયરાની માતા (શબાના આઝમી) તે સંબંધને ગુનો ગણાવે છે અને તેને અપનાવવા કોઈ રસ દાખવતી નથી. જ્યારે સાયરાના ભાઈ અને ભાભી તેની સાથે ઉભા રહે છે. આ ફિલ્મને થિયેટરની જગ્યાએ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ કરવામાં આવશે.