નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહકો માટે માઠા સમાચાર છે. બેંક દ્વારા સેફ ડિપોઝિટ લોકરના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે બેંકે સર્કુલર બહાર પાડીને ગ્રાહકોને જાણ કરી છે. જે મુજબ 31 માર્ચથી આ સર્વિસનો ચાર્જ 3000 રૂપિયા સુધી વધારવામાં આવશે.


પરિપત્રમાં જણાવ્યા મુજબ, એસબીઆઈ સ્મોલ, મીડિયમ, લાર્જ અને એક્સ્ટ્રા લાર્જ દરેક પ્રકારના લોકરના ચાર્જ વધારી રહ્યું છે. મેટ્રો અને શહેરી વિસ્તારમાં સ્મોલ લોકરનું ભાડું 2,000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મીડિયમ, લાર્જ અને એકસ્ટ્રા લાર્જનું ભાડું વધારીને અનુક્રમે 4000 રૂપિયા, 8000 રૂપિયા અને 12,000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

આ રીતે સેમી અર્બન અને ગ્રામીણ વિસ્તારોમાં સ્મોલ, મીડિયમ, લાર્જ અને એકસ્ટ્રા લાર્જ લોકરનું ભાડું ક્રમશઃ 1500 રૂપિયા, 3000 રૂપિયા, 6000 રૂપિયા અને 9000 રૂપિયા થઈ જશે. લાર્જ અને એકસ્ટ્રા લાજ્ર લોકર માટે રજિસ્ટ્રેશન ચાર્જ 1000 રૂપિયા પ્લસ જીએસટી છે.  બેંકની આ સર્વિસનો નવો ચાર્જ 31 માર્ચ 2020થી લાગુ થશે.

IPL 2020: ધોનીને લઈ આવ્યા મોટા સમાચાર, આ તારીખથી શરૂ કરશે પ્રેક્ટિસ

અંબાણી સહિતના CEOs સાથે ટ્રમ્પે કરી મુલાકાત; અમેરિકામાં રોકાણ કરવાની કરી અપીલ, ચૂંટણી જીતીશ તો શેરબજાર દોડશે

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જાહેર કરી Asia XI ટીમ, T-20 સીરિઝમાં રમશે આ છ ભારતીય ખેલાડી