શુક્રવારે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને યુવા સેના અધ્યક્ષ આદિત્ય ઠાકરેની હાજરીમાં શેરા સામેલ થયો છે. શિવસેનાએ તેના ઓફિશિયલી ટ્વિટર પર જાહેરાત કરી છે. ટ્વિટર પર મરાઠી ભાષામાં લખ્યું છે. શેરાનું રિયલ નામ ગુરમીત સિંહ જોલી છે. શેરા એભિનેતા સલમાન ખાનનો મુખ્ય બોડીગાર્ડ છે.
પોસ્ટ કરવામાં આવેલ તસવીરમાં જોઈ શકાય છે કે શેરાએ ભગવા રંગનો ખેસ ધારણ કર્યો છે. આ સાથે જ તેના હાથમાં તલવાર છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. શેરાને પાછલા 22 વર્ષોથી સલમાનનો સૌથી ભરોસાપાત્ર બોડીગાર્ડ મનાય છે. તેનું અસલી નામ ગુરમીત સિંહ જોલી છે.
મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના દિવસે વિધાનસભાની ચૂંટણી છે. 24 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. 288 સભ્યો વાળી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો મુકાબલો સત્તાધારી બીજેપી-શિવસેના ગઠબંધન અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન વચ્ચે. 124 સીટ પર શિવસેના અને બાકી 164 સીટો પર બીજેપી અને તેનું સહયોગી દલના ઉમેદવાર મેદાનમાં છે. મહારાષ્ટ્રમાં લગભગ 8.94 કરોડ મતદાતા છે.