મુંબઈ: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા અભિનેતા અમિતાભ બચ્ચન, ઘરે જતી વખતે તેમની સાથે કોણ-કોણ હતું? જાણો વિગત
abpasmita.in | 19 Oct 2019 09:32 AM (IST)
બુધવારે 77 વર્ષના અમિતાભ બચ્ચનને સ્વાસ્થ્ય સંબંધિત થોડી તકલીફ થતાં રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતાં. અમિતાભ ઘણીવાર હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે જતાં જોવા મળ્યા છે
મુંબઈ: શુક્રવારે રાતે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રૂટિન ચેકઅપ માટે અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતાં. શુક્રવારે રાત્રે 10 વાગ્યે ડિસ્ચાર્જ થતાં પહેલા અમિતાભ બે દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા. અમિતાભને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું ત્યારે તેમની સાથે પત્ની જયા અને દીકરો અભિષેક બચ્ચન હાજર હતાં. બુધવારે 77 વર્ષના અમિતાભ બચ્ચનને સ્વાસ્થ્ય સંબંધિત થોડી તકલીફ થતાં રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતાં. અમિતાભ ઘણીવાર હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે જતાં જોવા મળ્યા છે તેવું હોસ્પિટલના નજીકના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં એડમિટ કરાયા ત્યારે તેમના સ્વાસ્થ્ય અંગે અલગ-અલગ અફવાઓ ચાલી હતી. જોકે, હોસ્પિટલ તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નહોતું. સુત્રો પ્રમાણે, બિગ બી હોસ્પિટલમાં એડમિટ કરાયા ત્યારે ડોક્ટર અને નર્સ સિવાય કોઈને તેમની પાસે જવાની પરવાનગી આપવામાં આવી નહતી. સૂત્રોના જણાવ્યા, હવે બિગ બી સંપૂર્ણપણે સ્વસ્થ છે.