મુંબઈ: ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડાની અપકમિંગ ફિલ્મ ‘શિકારા-અ લવ લેટર ફ્રોર્મ કાશ્મીરી પંડિત’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની કહાની કાશ્મીરી પંડિતો પર આધારિત છે. ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં મ્યૂઝિશિયન એ.આર રહેમાન પણ હાજર હતા.

ફિલ્મના ટ્રેલરની વાત કરીએ આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોનું દર્દ જોઈ શકાય છે. ટ્રેલર ઈમોશનલ અને ઝકઝોર કરી દે તેવું છે. ટ્રેલર પરથી સ્પષ્ટ છે કે આ ફિલ્મની કહાની 1947ના ભાગલા બાદ કાશ્મીરી પંડિતોની કહાનીની આસપાસ ફરે છે.
ફિલ્મમાં આદિલ ખાન લીડ રોલમાં છે અને સાદિયા લીડિંગ લેડીની ભૂમિકા નિભાવી રહી છે. બન્ને કલાકારોની આ પ્રથમ ફિલ્મ છે. ફિલ્મ 7 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.