મુંબઈઃ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થયેલ બિઝનેસમેન રાજ કુંદ્રાની પત્ની અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરવામાં આવી છે. શુક્રવારે જેવા  રાજ કુન્દ્રાને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા તેવા જ ક્રાઈમ બ્રાન્ચ તેને સાથે લઈને ઘરે ગઈ જ્યાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ હાજર હતી.


શિલ્પા શેટ્ટીની પૂછપરછ


ઘરમાં સર્ચ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત કરી અને ત્યાર બાદ પ્રોપર્ટી સેલના બે અધિકારીઓએ શિલ્પાને 20થી 25 સવાલ પૂછ્યા. સૂત્રોએ કહ્યું કે, ક્રાઈમ બ્રાન્ચને એવી જાણકારી મળી હતી કે શિલ્પાને હોટશોટ વિશે ખબર છે.


એવામાં તમને કેટલાક સવાલ વિશે જણાવી રહ્યા છીએ જે ક્રાઈમ બ્રાન્ચે શિલ્પાને પૂછ્યા અને તેના પર શિલ્પાએ શું જવાબ આપ્યો.


શું પોર્ન રેકેટ વિશે જાણતી હતી શિલ્પા?


પોલીસે પૂછ્યું કે શું તમને રાજ કુંદ્રાના પોર્ન રેકેટ વિશે ખબર હતી ? આ રેકેટમાંથી મળેલ રૂપિયા વિયાન ઇન્ડસ્ટ્રીઝમાં જતા હતા જેમાં તે ખુદ 2020 સુધી ડિરેક્ટર રહી ચૂકી છે. તેના પર શિલ્પાએ કહ્યું કે જે પણ વીડિયો હોટશોટ પર છે તે પોર્ન નથી પરંતુ એરોટીક છે. શઇલ્પાએ એ પણ કહ્યું કે, તેના જેવું કન્ટેન્ટ તો અન્ય ઓટીટી પ્લેટફોર્મ પર પણ છે જેમાં તો ઘણાં વધારે ઓબસીન હોય છે.


સૂત્રો એ પણ જણાવે છે કે, રાજ કુંદ્રાની જેમ જ શિલ્પાએ પોલીસને કહ્યું કે, આ જે વીડિયોને ક્રાઈમ બ્રાન્ચ પોર્નોગ્રાફ ગણાવ છે તે વીડિયો બનાવવામાં તેનો કોઈ હાથ નથી.


કુંદ્રાએ કહ્યું કે, તમામ વસ્તુ તેના જીજા પ્રદીપ બક્શી લંડનથી ચલાવી રહ્યા હતા તે માત્ર વ્હોટ્સએપ પર વાત કરા હતા. જોકે પોલીસનું કહેવું છે કે, તેની પાસે કુંદ્રા વિરદ્ધ અનેક પુરુવા છે જેનાથી એ સ્પષ્ટ થાય છે કે તે બધું જાણતા હતા અને દરેક વસ્તુની ડીલ કરતા હતા અને તેના જીજી જે લંડનમાં કંપનીના માલિક છે તે માત્ર નામના જ હતા.


મુંબઈ પોલીસે કહ્યું કે, તેને એવા કોઈ પુરાવા નથી મળ્યા જેના આધારે શિલ્પાની ડાયરેક્ટ લિંક આ કેસ સાથે જોડાયેલ હોય.