ઓસ્ટ્રેલિયામાં રંગભેદનો ભોગ બની બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ, એરપોર્ટ પર બની ઘટના
ફરિયાદ પ્રમાણે ચેકિંગ દરમિયાન ગ્રાઉંડ સ્ટાફે શિલ્પા સાથે દુર્વ્યવહાર કર્યો. એક્ટ્રેસની પોસ્ટ પ્રમાણે તેની સાથે દુર્વ્યવહાર તો કર્યો સાથે જ વંશીય ટિપ્પણી પણ કરી. શિલ્પા શેટ્ટીએ આ ઘટનાને ભૂલવાને બદલે અવાજ ઉઠાવ્યો અને આ સમગ્ર ઘટનાની જાણ સોશિયલ મીડિયા પર કરી. આ પહેલા પણ 2007માં સેલિબ્રિટી બિગ બ્રધર શોમાં પણ શિલ્પા રંગભેદનો શિકાર થઈ. જો કે શિલ્પાએ આ શો જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. આ વખતે પણ શિલ્પાએ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો તે પ્રશંસનીય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિલ્પાએ ઈંસ્ટા પોસ્ટમાં લખ્યું કે, તેની ટ્રાવેલિંગ બેગને એરપોર્ટ પર ઓવરસાઈઝ્ડ બતાવી અને તેને કેબિન લગેજમાં રાખવાની ના પાડી. એરપોર્ટ પર રહેલા સ્ટાફે તેની સાથે ખરાબ રીતે વાત પણ કરી. એક્ટ્રેસે આ પોસ્ટ સાથે બેગનો ફોટો પણ શેર કર્યો છે. શિલ્પાએ પૂછ્યું કે, ”શું આ બેગ ખરેખર એટલી મોટી છે કે તેને કેબિનમાં ન લઈ જવાય?”
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પ શેટ્ટીના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ પોસ્ટમાં શિલ્પાએ ઓસ્ટ્રેલિયામાં પોતાની સાથે થયેલ રંગભેદનો કિસ્સો શેર કર્યો છે. શિલ્પાની સાથે આ ઘટના ત્યારે બની જ્યારે સિડનીથી મેલબોર્ન જઈ રહી હતી. શિલ્પાએ તેની વિરૂદ્ધ અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો અને સોશિયલ મીડિયા પર બધી વાત જણાવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -