ઈશા અંબાણીની સગાઈમાં અનંત અંબાણીએ કોનો હાથ પકડ્યો? શું બનશે મુકેશ અંબાણીની નાની પુત્રવધૂ?
અનંત અને રાધિકા બાળપણના મિત્રો છે અને છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાધિકા એન્કર હેલ્થકેરના સીઈઓ અને વાઈસ ચેરમેન વીરેન મર્ચન્ટની દીકરી છે. રાધિકા ભારત આવતા પહેલા ન્યૂયોર્ક યુનિ.થી અભ્યાસ કરી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વર્ષે આકાશની સગાઈ પાર્ટીમાં પહોંચેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને પણ અનંત અંબાણી સાથે રાધિકા મર્ચન્ટને કારણે મજાક કરી હતી. શાહરૂખે અનંતને પ્રશ્ન કર્યો હતો કે, સગાઈમાં રાધિકાના ડાન્સ પર્ફોર્મન્સને 10માંથી કેટલા નંબર આપીશ? જેની પર અનંતે કહ્યું હતું કે,એક મીલિયન...અગણિત..
વીડિયોમાં એક ખાસ વાત જોવા મળી રહી છે. ગ્રાન્ડ એન્ટ્રીમાં સૌપ્રથમ મુકેશ અંબાણી અને દીકરી ઈશા આવી રહ્યા છે તેની પાછળ આકાશ અંબાણી અને તેની મંગેતર શ્લોકા મેહતા એન્ટ્રી કરી રહ્યાં છે. આકાશ પછી અંબાણી પરિવારના સૌથી નાના દીકરા અનંત અંબાણી કથિત ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે હાથમાં હાથ પકડી વેન્યૂમાં એન્ટ્રી કરી હોવાનું જોવા મળી રહ્યા હતા.
મુંબઈઃ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈ સેરેમની ઇટાલીની લેક કોમોમાં યોજાઈ હતી. આ સેરેમનીના ઘણાં વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક વીડિયોમાં મુકેશ અંબાણીના નાના દીકરા અનંદ અંબાણીની સાથે એક યુવતી જોવા મળી રહી છે જેનો હાથ પકડીને તે ચાલી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -