મુંબઇઃ ફિટનેસ આઇકન શિલ્પા શેટ્ટી પોતાની ફિગરને લઇને ખૂબ સતર્ક રહે છે. તે પોતાના ડાયટનું ખૂબ ધ્યાન રાખે છે. તે રેગ્યુલર વર્કઆઉટ કરે છે. શિલ્પા શેટ્ટીએ કેટલાક સમય અગાઉ પોતાની ફિટનેસ એપ લોન્ચ કરી છે. એક રિપોર્ટ અનુસાર, શિલ્પા શેટ્ટીને એક સ્લિમિંગ પિલની એડ ઓફર કરવામાં આવી હતી આ માટે તેને 10 કરોડ રૂપિયાની ઓફર થઇ હતી પરંતુ શિલ્પાએ આ જાહેરાત કરવાની મનાઇ કરી લીધી હતી.
એક રિપોર્ટ અનુસાર, એક આયુર્વેદિક કંપનીએ તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીને એક સ્લિમિંગ પિલની એડ માટે 10 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જોકે, એક્ટ્રેસે આ પ્રસ્તાવનો સ્વીકાર કરવાની મનાઇ કરી દીધી છે. મિડ-ડે સાથેની વાતચીતમાં શિલ્પાએ કહ્યું કે, હું એવું કાંઇ વેચી ના શકુ જેના પર મને વિશ્વાસ ના હોય. જ્યારે પિલ્સ અને ફેડ ડાઇટ્સ તરત જ પરિણાનું વચન આપે છે તો તે લલચામણી હોઇ શકે છે પરંતુ કેટલીક પોતાની સારી દિનચર્યા અને યોગ્ય ભોજનને માત આપી શકશે નહીં. લાંબા સમયમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સારુ કામ કરે છે
વર્ક ફ્રંટ પર શિલ્પા શેટ્ટી છેલ્લે સની, બોબી દેઓલ અને ધર્મેન્દ્રની ફિલ્મમાં જોવા મળી હતી. ત્યારબાદ શિલ્પાએ અનેક ફિલ્મોમાં સોંગમાં સ્પેશ્યલ અપીરિયન્સ અપાઇ હતી. હાલમાં તે બોલિવૂડથી દૂર છે. શિલ્પા શેટ્ટી રિયાલિટી શો જજ કરતી જોવા મળી રહી છે. છેલ્લે તે સુપર ડાન્સરમાં જજ તરીકે જોવા મળી હતી.