નોંધનીય છે કે, એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી છેલ્લે વર્ષ 2007માં આવેલી ફિલ્મ ‘અપને’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ પહેલા તે જ વર્ષે ફિલ્મ ‘લાઇફ ઇન અ મેટ્રૉ’માં પણ કામ કર્યુ હતુ. ત્યારબાદ તે મોટા પદડા પરથી ગાયબ થઇ ગઇ હતી. હવે તે તેની વાપસી થઇ રહી છે.
શિલ્પા શેટ્ટીએ ફિલ્મોમાં વાપસીની જાહેરાત કરતાં લખ્યુ કે, “હા, આ સાચુ છે, મારો 13 વર્ષનો લાંબો આરામ ખતમ થઇ રહ્યો છે. આ વાતની જાહેરાત કરતાં હું ખુબ જ ઉત્સાહિત છું કે તમે મને હવે ફિલ્મ ‘નિકમ્મા’માં જોશે.”