બિગ બોસમાં એન્ટ્રી થશે આ એક્ટ્રેસની, સ્પર્ધકોને આપશે ખાસ ટિપ્સ, જાણો વિગત
શિલ્પા શિંદેને ભાભીજી ઘર પર હૈથી ઓળખ મળી હતી.
શોના કન્ટોસ્ટન્ટ વિકાસ ગુપ્તા સાથે તેની લડાઈ પણ ચર્ચામાં રહી હતી. જે બાદ બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું. શોમાં બિગ બોસ મરાઠીની વિજેતા મેઘા ઘાડએ એન્ટ્રી લઈ લીધી છે.
શિલ્પા ઘરમાં થોડા દિવસો માટે આવશે અને સ્પર્ધકો સાથે સમય વીતાવશે. આ દરમિયાન તે સ્પર્ધકોને ગેમ માટે વિનિંગ ટિપ્સ પણ આપતી નજરે પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ મેકર્સ પણ શોમાં થોડો મસાલો લાવવા માંગે છે. તેથી શિલ્પાને શોમાં માત્ર મહેમાન તરીકે એન્ટ્રી આપવામાં આવશે.
શિલ્પા ગત વર્ષે બિગ બોસ વિનર બની હતી. તે શોની શરૂઆતથી લઈ અંત સુધી બધાને મનોરંજન પૂરું પાડતી સ્પર્ધક રહી હતી. કિચનમાં વધારે સમય ગાળવાના કાણે શોમાં તેને મા કહીને બોલાવતા હતા.
મુંબઈઃ બિગ બોસ સીઝન 12માં સ્પર્ધકોમાં ધમાસાણ ચાલુ છે. જોડી તુટ્યા બાદ પણ તમામ સ્પર્ધકો પોતાના બળ પર આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી સલમાન ખાન ઘરના સ્પર્ધકોથી ખાસ ખુશ જણાયો નથી અને સ્પર્ધકોને ફટકાર પણ લગાવી છે. સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા શોમાં બિગ બોસ 11ની વિજેતા શિલ્પા શિંદેની એન્ટ્રી થશે.