NCP છોડનારા તારિક અનવર રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં થયા સામેલ
એનસીપી છોડ્યા બાદ અટકળો લગાવવામાં આવી હતી કે તારિક અનવર કૉંગ્રેસમાં સામેલ થઈ શકે છે. તેમણે એનસીપી છોડ્યા બાદ દાવો કર્યો હતો કે શરદ પવારે રાફેલ ડીલમાં ગરબડ છતાં વડાપ્રધાન નરેંદ્ર મોદીના વખાણ કર્યા, ત્યારબાદ પાર્ટીમાં રહેવું મુશ્કેલ હતું. અનવરે કહ્યું પ્રધાનમંત્રી પુરી રીતે રાફેલ ડીલમાં સંડોવાયેલા છે. તારિક અનવરને 1999 પવાર અને પીએ સંગમા સાથે સોનિયા ગાંધીનો વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવતા કૉંગ્રેસમાંથી બહાર કરવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: હાલમાં જ શરદ પવારની પાર્ટી એનસીપી છોડનારા તારિક અનવર કૉંગ્રેસામં સામેલ થયા છે. રાહુલ ગાંધીની હાજરીમાં તેમણે કૉંગ્રેસની સદસ્યતા લીધી હતી. તારિક અનવરે 28 સપ્ટેમ્બરે એનસીપી અને સાંસદ સભ્ય તરીકે રાજીનામુ આપ્યું હતું. તારિક અનવર બિહારના કટિહારથી સાંસદ રહ્યા છે. તારિક અનવર કૉંગ્રેસમાં સામેલ થવાથી કૉંગ્રેસ બિહારમાં મજબૂત થવાની આશા છે.
તેમણે થોડા દિવસો પહેલા સોનિયા ગાંધીના વિદેશી મૂળના હોવાના સવાલ પર કહ્યું, આ મુદ્દો 2004માં ખત્મ થઈ ગયો છે. સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મામલો ઉઠાવવો ખોટી વાત હતી, મને મારી ભૂલનો અહેસાસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -