શિલ્પા શિંદેએ ‘ભાભીજી’ ના પ્રોડ્યુસર પરનો જાતીય સતામણીનો કેસ પરત ખેંચ્યો
મુંબઈઃ બિગ બોસ 11ની વિનર શિલ્પા શિંદે ફરી એકવાર સમાચારમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેણે ભાભીજી ઘર પર હૈના પ્રોડ્યુસર પર કરેલો યૌન શોષણનો કેસ પરત ખેંચી લીધઓ છે. શિલ્પાએ માર્ચ 2017માં આ કેસ કર્યો હતો.
એક વેબસાઇટને આપેલા નિવેદન મુજબ શિલ્પાનું કહેવું છે કે, શોના મારા બાકી રૂપિયા મળી ગયા છે તેથી હવે આગળ વધવાનો કોઈ ફાયદો નથી.
આ વિવાદ બાદ શોના પ્રોગ્રામિંગ હેડ વિકાસ ગુપ્તા સાથે તેણે બિગ બોસમાં હિસ્સો લીધો હતો. શોમાં બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, જો મોકો મળશે તો ફરી સાથે કામ કરીશું.
શિલ્પાએ એમ પણ કહ્યું હતું કે સંજય કોહલીઓ જો આ વાત કોઇને કરીશ તો શોમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી હતી. શો છોડ્યા બાદ બંનેનો વિવાદ ખૂબ વધી ગયો હતો. ટીવીના પ્રોડ્યુસર એસોસિએશને શિલ્પાનો બોયકોટ કરી દીધો હતો.
શિલ્પાએ સીરિયલ ભાભીજી ઘર પર હૈથી લોકપ્રિય થઈ હતી પરંતુ તેણે અધવચ્ચે જ શો છોડી દીધો હતો. શોના પ્રોડ્યૂસરે તેના પર અનપ્રોફેશનલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ શિલ્પાએ પ્રોડ્યુસર બેનિફરના પતિ સંજય કોહલી પર સેક્શુઅલ હેરસમેન્ટનો આરોપ લગાવ્યો હતો.