સુઝૈન બાદ આ સેલિબ્રિટી સાથે જોડવામાં આવી રહ્યું છે અર્જુન રામપાલનું નામ, જાણો કોણ છે
તેણે પ્રોડ્યૂસર-ડિરેક્ટર તરીકે ‘જર્ની ઓફ અ રેડ ફ્રિજ’ (2007) અને ‘પૂનમ’ (2006) જેવી ડોક્યુમેન્ટ્રીઝ બનાવી છે.
નતાસા એક સાઈવેરિયન યુવતી છે, જેને એક મોડલ, એક્ટ્રેસ, ડિરેક્ટર, પ્રોડ્યૂસર અને ડાન્સર તરીકે ઓળખવામાં આવે છે.
નતાસાએ ડિરેક્ટર પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’માં આઈટમ નંબર ‘અઈઓ જી હમરી અટરિયા મેં’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અજય દેવગન, કરીના કપૂરસ અર્જુન રામપાલ અને મનોજ વાજપેયી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
નતાસા વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ’ની આઠમી સીઝનમાં તેને સ્પર્ધક તરીકે જોવામાં આવી હતી. આ શોમાં તે એક મહિના સુધી રહી હતી, જે પછી તેને બિગ બોસના ઘરમાંથી બહાર કરવામાં આવી હતી. તેના પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો નતાસા ‘યે હૈ મોહબ્બતેં’ના એક્ટર અલી ગોની સાથે રિલેશનશિપમાં રહી ચૂકી છે.
નતાસા અને અર્જુન ઘણા સારા મિત્રો છે. નતાસા અર્જુન સાથે ફિલ્મ ડેડીના એક ગીતમાં નજરે પડી હતી. જે બાદ બંને મિત્રો બની ગયા હતા. ‘ડેડી’ પહેલા નતાસા પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’ સહિત કેટલીક જાહેરાતોમાં પણ નજરે પડી છે.
મુંબઈઃ બોલિવૂડ એભિનેતા અર્જુન રામપાલ તેના લગ્નજીવનને લઈ ઘણો ચર્ચામાં છે. આ સ્થિતિમાં અર્જુનનું નામ સર્બિયન ડાન્સર નતાસા સ્ટેન્કોવિચ સાથે જોડવામાં આવી રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થઈ રહેલી ચર્ચા મુજબ ‘ડેડી’ દરમિયાન બંને વચ્ચે પ્રથમ વખત મુલાકાત થઈ હતી. જે બાદ બંને સતત એકબીજાના સંપર્કમાં છે.
રવિવારે અર્જુન રામપાલ એક સર્બિયન મોડલની કમરમાં હાથ નાંખીને ફરતો હતો. આ તસવીર સામે આવ્યા બાદ સવાલો થઈ રહ્યાં છે કે શું અર્જુન રામપાલ સર્બિયન મોડલ અને એક્ટ્રેસ નતાસા સ્ટેન્કોવિચને ડેટ કરી રહ્યો છે.