નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રુતિ હાસને ખુદ પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની વાત માની છે. તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર બોડિ શેમિંગની ટીકા કરતાં તેનો ખુલાસો કર્યો. પ્લાસ્ટિક સર્જરીની વાત માનતા તેણે કહ્યું કે, તે ન તો તેનું સમર્થન કરે છે ન તો તેની વિરૂદ્ધ છે. તેના માટે શ્રતુ હાસને સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરતાં લાંબી પોસ્ટ લખી છે.

કમલ હાસનની દીકરી બહાદુરી બતાવતા પોતાની પોસ્ટમાં લખ્યું, “હું અન્ય લોકોની પ્રતિક્રિયાથી પ્રેરિત નથીથતી, પરંતુ સતત આવી કોમેન્ટે કારણે જાડી થઈ ગઈ છું, ઘણી પાતળી થઈ ગઈ છું, આ અવગણવાની વાત છે. આ બન્ને તસવીરો ત્રણ દિવસના અંતરે લેવામાં આવી છે. હું જાણું છું કે ઘણી એવી મહિલાઓ હશે જે આ વાત સાથે સહમત હશે જે હું અહી કહેવા માગુ છું. ઘણાં સમયથી હું માનસિક અને શારીરિક રીતે મારા હાર્મોસની દયા પર જીવી રહી છું અને વર્ષોથી તેની સાથે એક ધનિષ્ઠ સંબંધ બનાવવા માગુ છું, પરંતુ એટલું સરળ નથી. કોઈપણ એટલું લોકપ્રિય અને એવા પદ પર નથી કે કોઈને પણ જજ કરી લે. ક્યારેય નહીં. હું ખુશ છું કે મારું જીવન છે અને મારો ચેહરો છે અને હાં મે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને તે સ્વીકારવામાં મને કોઈ શરમ નથી. ન તો હું તેનો પ્રોત્સાહન આપવા માગું છું અને ન તો તેની વિરોધી છું.”




તમને જણાવીએ કે, શ્રુતિ હાસન ઘણાં સમયથી પોતાના ઇટાલિયન બોયફ્રેન્ડ માઇકલ કાર્લોસની સાથે રિલેશનશિપમાં હતી. હવે માઇલે તેની સાથે તસવીર શેર કરતાં ટ્વિટર પર ખુલાસો કર્યો છે કે હવે તેઓ બન્ને અલગ થઈ ગયા છે.