આ હોટ અભિનેત્રી પોતાની એકદમ લોકપ્રિય ટીવી સીરિયલ છોડી ભાજપમાં જોડાશે, જાણો વિગત
તમને જણાવીએ કે, ટૂંકમાં જ તમને ભાભી જી...માં તમને ચૂંટણીવાળું ટ્વિસ્ટ જોવા મળશે જેમાં અનીતા અને અંગૂરી ભાભી ચૂંટણીમાં ઉભા રહેતા દર્શાવવામાં આવશે અને લોકો પાસે પોતાના માટે વોટ માગતા હશે. આ સમાચાર પ્રમોશનનો પણ એક ભાગ હોઈ શકે છે. જોકે હાલમાં શુભાંગી શો છોડીને જશે તો તેના ફેન્સ ચોક્કસ નિરાશ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ શુભાંગી ઉત્તર પ્રદેશમાં સ્થાનીક નગરપાલીકાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરતી જોવા મળી હતી. જ્યાં તેને રાજનીતિમાં આવવાનો સવાલ કરવામાં આવ્યો તો કહ્યું કે, હું પોલિટિક્સમાં આવવા મુદ્દે મૂંઝવણમાં છું. પરંતુ મને લાગે છે કે, અમારા જેવા યુવાઓ માટે એક સારી તક છે. બદરાવ માટે હાલમાં યુવા રાજનીતિમાં આવવા લાગ્યા છે કારણ કે કંઈપણ અશક્ય નથી.
હાલમાં શુભાંગી રાજનીતિમાં આવવાને લઈને સ્પષ્ટ તો નથી. પરંતુ કહેવાય છે કે, આ અભિનેત્રી તક મળશે તો તે જરૂર આ તકનો લાભ લેશે. માટે જો ફેન્સને ટીવી પર નવી ભાભાજી જોવા મળે તો આશ્ચર્યમાં ન પડતા.
ભાબીજી ઘર પર હૈની પહેલી ભાભી અભિનેત્રી શિલ્પા શિંદે પણ અંગૂરી ભાભીનું કિરદાર નિભાવીને ખૂબ જ લોકપ્રિય બની ગઇ હતી. શિલ્પા અત્યારે કલર્સ ચેનલ પર આવતા રિયાલિટી શો બિગ બોસની અગિયારમી સિઝનની સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે. કહેવાય છે કે, શો મેકર્સ હવે નવી અંગૂરી ભાભીની શોધમાં લાગી ગયા છે.
ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શોમાંનો એક ભાબીજી ઘર પર હૈમાં નવી ભાભી બનેલી શુભાંગી અત્રે પણ શોને છોડવાની તૈયારીમાં છે. આ વખતે નવી ભાભીના શો છોડવા અંગે ખાસ અટકળો લગાવાતી નથી. સૂત્રોના મતે શુભાંગી ટૂંક સમયમાં રાજકારણમાં એન્ટ્રી કરવાની હોવાથી તે શોને ગુડબાય કરવાની છે. શો મેકરો દ્વારા નવી ભાભી માટેના ઓડિશન શરૂ થઇ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -