વેચાઈ ગઈ અંબાણીની આ કંપની, તમે પણ કરો છો આ કંપનીની સેવાનો ઉપયોગ....
બીગ ટીવીના ડીટીએચ લાયસન્સને રિન્યૂ કરવા માટેની દરખાસ્ત ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ મંત્રાલયને મોકલી આપવામાં આવી છે. આથી ડીટીએચ કનેકશન કેન્સલ નહીં થાય એવી આશા કંપની ધરાવે છે અને ગ્રાહકોને કોઇ મુશ્કેલી નહીં નડે એમ સૂત્રોનું કહેવું હતું. પેન્ટલ ટેકનોલોજીએ ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન તેમજ કેમ્યુનિકેશન સાથે સંકળાયેલી કંપની છે અને પેન્ટા ટી-પેડ ટેબલેટ પીસીનું વેચાણ કરી રહી છે. જુન 2017માં પેન્ટલ ટેકનોલોજીએ ડેન-સ્નેપડીલ ટીવી શોપ શોપિંગ ચેનલને હસ્તગત કરી હતી.
જોકે કંપની દ્વારા કેટલામાં આ સોદા કરવામાં આવ્યો તેની માહિતી આપવામાં આવી નહોતી. કંપની દ્વારા ધીરાણદારોની જવાબદારી ઘટાડવામાં આ સોદો મદદરૂપ બનશે અનમે તે દરેક સ્ટેકહોલ્ડરના લાભમાં રહેશે એમ જણાવવામાં આવ્યું હતું. આરકોમ ભવિષ્યમાં બીટુબી સેગમેન્ટમાં જ કામગીરીને ફોકસ કરવા માગે છે તે દિશામાં આ પગલું રહેશે. બીગી ટીવી 12 લાખ ગ્રાહકોની સંખ્યા ધરાવે છે જેઓ તેમની સર્વિસ બંધ થયા વગર ચાલુ રાખી શકશે.
મુંબઈઃ રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપ (RADAG)ની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન (RCom)એ પોતાનો ડીટીએચ કારોબાર એટલે કે Big TV વેચી દીધો છે. કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર Big TVમાં 100 ટકા હિસ્સેદારી વેચવા માટે પેન્ટલ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ (PTPL) અને વીકોન મીડિયા એન્ડ ટેલિવિઝન લિમિટેડ (VMTL)ની સાથે કરાર થયા છે.