હવે અભિનેત્રીની દિકરી પલકે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે. પલકે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી સ્થિતિ વિશે વિસ્તૃત જાણકારી આપતા ખુલાસો કર્યો છે.
પલકે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે ઘણાં ખુલાસા કર્યા છે. સૌ પહેલાં તેણે સપોર્ટ કરનારાઓનો આભાર માન્યો છે. પછી આ મુદ્દે વાત કરી છે. તેણે લખ્યું છે કે, 'આ વિશે મીડિયાની પાસે ફેક્ટ્સ નથી. હું પલક તિવારી, ઘણાં કિસ્સામાં ઘરેલૂ હિંસાનો શિકાર થઇ છું. મારી મા નહીં. જે દિવસે ફરિયાદ દાખલ કરવામાં આવી. તે દિવસ સિવાય ક્યારેય તેણે (અભિનવ કોહલી)એ મારી માને મારી નથી.'
પલકે ખોટી અફવા ફેલાવનારાને પણ સંભળાવ્યું તેણે તેની મા શ્વેતાને કહ્યું કે, 'તે સૌથી સ્ટ્રોંગ વ્યક્તિ છે અને બધામાંથી હું જ એક એવી વ્યક્તિ છુ જે તેનાં સંઘર્ષનાં દિવસોની સાક્ષી રહી છે. તેથી ફક્ત મારો જ ઓપિનિયન ગણાશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, અભિનવે પલકને થપ્પડ મારી અને તેનાં પર અશ્લીલ ટિપ્પણીઓ કરી. હું તે વાતને ક્લિયર કરવાં માંગુ છુ કે, તેનાં સાવકા બાપ અભિનવ કોહલીએ તેને ફિઝિકલી છેડતી કે તેને ખોટી રીતે અડવાની હરકત કરી નથી. જોકે તેણે તે જરૂર કહ્યું કે, તે અપશબ્દો અને ખરાબ ટિપ્પણીઓ કરતો હતો. એવાં શબ્દ જે કોઇપણ મહિલાની ગરિમા પર સવાલ ઉઠાવે છે.'
માતા શ્વેતા અંગે પલકે લખ્યું, 'હું અત્યાર સુધી જેટલાં લોકોને મળી છુ તેમાં મારી મા સૌથી સન્માનિત વ્યક્તિ છે. સૌથી આત્મનિર્ભર. જે ક્યારેય પોતાની જરૂરિયાતો માટે કોઇ બીજા પુરૂષ પર નિર્ભર રહી નથી.' આ આખા મેસેજની સાથે પલકે એક બ્લેક ફોટો પોસ્ટ કરી છે.