એક્ટ્રેસે પોતાના જ પતિને કર્યો જેલ ભેગો, પોતાની દીકરીને અશ્લીલ તસવીરો બતાવી ને પછી......
abpasmita.in | 12 Aug 2019 11:20 AM (IST)
ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીએ 13 જુલાઇ, 2013ના રોજ એક્ટર અને પ્રૉડ્યૂસર અભિનવ કોહલી સાથે બીજીવાર લગ્ન કર્યા હતા
મુંબઇઃ ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ પોતાના પતિ અભિનવ કોહલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, અને જેલ ભેગો કરી દીધો છે. અભિનવે શ્વેતા તિવારીની દીકરી (અભિનવની સોતેલી દીકરી)ને ગંદી કૉમેન્ટ અને ગાળો આપી હતી, સાથે સાથે ઘરેલુ હિંસા પણ આચરી હતી. પોલીસે એક્ટ્રેસની ફરિયાદ પર અભિનવ પર આઇપીસી કલમ 323, 504, 506, 509 અને અન્ય આઇટી એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો છે, ને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે, અભિનવે પુત્રી (પલક) પર અશ્લીલ કૉમેન્ટ કરીને અને ઓક્ટોબર 2017માં પોતાના મોબાઇલ પર મૉડલ્સના અશ્લીલ તસવીરો બતાવીને શાલીનતા નષ્ટ કરવાની કોશિશ કરી હતી. ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીએ 13 જુલાઇ, 2013ના રોજ એક્ટર અને પ્રૉડ્યૂસર અભિનવ કોહલી સાથે બીજીવાર લગ્ન કર્યા હતા.