સિદ્ધાર્થે કહ્યું કે, હું એપ્રિલ 2019માં માત્ર મિત્ર આયુષ શર્મા દ્વારા સુશાંતને મળ્યો હતો. આયુષ અને સુશાંત ખાસ મિત્રો હતા, હું એનિમેશનનું કામ કતો હતો માટે હું સુશાંતના ડ્રીમ 150 પ્રોજેક્ટ માટે કામ કરતો હતો. આ પ્રોજેક્ટ સમાજસેવા, બાળ શિક્ષણ, મહિલા ઉદ્યોગ, દિવ્યાંગ બાળકોને કોમ્પ્યુટર શિખવાડવા જેવા ડ્રીમ પર કામ કરવા માટે બનાવ્યો હતો. જોકે તેના માટે મને કોઈ રકમ મળતી ન હતી પરંતુ મારો ખર્ચ સુશાંત ઉઠાવતો હતો અને આ જ કારણે હું અને આયુષ સતત સુશાંતના સંપર્કમાં હતા.
બાદમાં અમને જાણવા મળ્યું કે, રિયા ચક્રવર્તી સુશાંતના ક્રેડિટ કર્ડનો ઉપયોગ પોતાના માટે કરે છે. સિદ્ધાર્થે કહ્યું કે, જૂન 2019ના થોડા સમય પછી મારા ઘરની સ્થિતિ સારી ન હોવાથી હું અમદાવાદ આવ્યો અને અહીં જ મને 45,000 રૂપિયાની નોકરી મળી ગઈ. ત્યારે મારી સુશાંત સાથે કોઈ વાતચીત થઈ ન હતી. બાદમાં જાન્યુઆરી 2020માં અચાનક એક દિવસ સુશાંતનો ફોન મારા પર આવ્યો અને તેણે મને કહ્યું કે, તે ફિલ્મ છોડીને હવે ડ્રીમ 150 પ્રોજેક્ટ પૂરો કરવા માગે છે માટે તેને મારી જરૂરત છે.
મેં મારી આર્થિક સ્થિતિ વિશે વાત કરી, ત્યારે તેણે કહ્યું કે, હું તને કામ માટે પગાર આપીશ, હું અમદાવાદથી તરત જ મુંબઈ પહોંચી ગયો અને સુશાંતને મળઅયો, ત્યારે સુશાંત પરેશાન લાગી રહ્યો હતો, તેણે મને ગણે લગાવ્યો અને કહ્યું કે, બધુ પૂરું કરવું છે, એક્ટિંગ છોડવી છે અને 30,000 મહીના પર ઘર ચલાવવું છે.
પૂછપરછમાં સિદ્ધાર્થે એ પણ કહ્યું કે, સુશાંતને જ્યારે 9 જૂનના રોજ દિશાના મોતના અહેવાલ મળ્યા ત્યારે તે ખૂબ જ દુઃખી હતા. ત્યાર બાદ સુશાંત કોર્નર સ્ટોન નામની કંપનીના મેનેજર ઉદય સાથે સતત વાત કરવા લાગ્યા હતા કારણ કે તેની મેનેજર ઋતિ મોદીના પગમાં ઇજા થવાને કારણે આ કંપનીએ દિશાને થોડા દિવસ માટે સુશાંતનું કામ જોવા માટે મોકલી હતી, સુશાંતે 9 જૂનની રાત્રે મને તેની સાથે બેડરૂમમાં ઉંઘવા માટે અને દિશાના મોતના એકએક પળની જાણકારી આપવા માટે કહ્યું હતું અને બીજા દિવસે સુશાંતે મને તેના જૂના વીડિયો, રેકોર્ડિંગ અને ડેટા ડિલીટ કરવા માટે બોલાવ્યો હતો.