અમદાવાદઃ અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં રહેતાં બેન્ક મેનેજરનાં પત્નિ મનીષાબહેન આર.પંચારીયાએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો. ધાર્મિક વૃતિના મનીષાબહેનને મોર્ડન લાઈફ સ્ટાઈલ અનુકૂળ નહોતી આવતી તેથી આ પગલું ભર્યું હોવાનું ઘરમાંથી મળેલી ડાયરીમાંથી જાણવા મળ્યું હોવાનો દાવો પોલીસે કર્યો છે. આ કારણ આઘાતજનક છે કેમ કે આવાં કારણોસર કોઈ જીવન ટૂંકાવે એ વાત ગળે ઉતરે એવી નથી. વસ્ત્રાપુર પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
વસ્ત્રાપુરમાં આલ્ફા વન મોલ પાછળ સરકારી વસાહત પાસે કાસાવ્યોમ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષાબહેન રાકેશકુમાર પંચારીયા (47 વર્ષ)એ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મનીષાબહેનના પતિ બેન્ક ઓફ ઈન્ડીયામાં મેનેજર છે. 25 ઓગસ્ટના રોજ સવારે 10 વાગે રાકેશકુમાર નોકરી પર જવા રવાના થયા ત્યારે મનીષાબહેન અને તેમની 19 વર્ષની દિકરી ઘરમાં હાજર હતા.
મનીષાબહેને બે કલાક પજા કરવા જાઉં છું તેથી કોઈ ડિસ્ટર્બ ન કરતા એવી સૂચના આપીને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. બે કલાક થવા છતાં માતા બહાર ન આવતા દિકરીએ ચાવી વડે પૂજા રૂમ ખોલ્યો હતો. અંદર મનીષાબેનને પંખા સાથે દુપટ્ટો લગાવીને લટકેલાં જોઈ તાત્કાલિક તેણે પિતાને ફોન કરીને બોલાવ્યા હતા. રાકેશકુમારે ઘરે આવીને વસ્ત્રાપુર પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘરમાંથી મનીષાબહેનની ડાયરી મળી આવી હતી. ધાર્મિક વૃતિનાં મનીષાબહેને મોર્ડન લાઈફ સ્ટાઈલ અનુકૂળ ન હોવાનું લખ્યું હતું. હવે પોતાનું જીન હવે પૂરું થઈ ગયું છે અને મારા મોત માટે કોઈ જવાબદાર નથી, એમ પણ લક્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અમદાવાદઃ પોશ વિસ્તારમાં બેંક મેનેજરનાં પત્નિનો પૂજા રૂમમાં આપઘાત, કારણ જાણીને લાગી જશે આઘાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2020 10:18 AM (IST)
વસ્ત્રાપુરમાં આલ્ફા વન મોલ પાછળ સરકારી વસાહત પાસે કાસાવ્યોમ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષાબહેન રાકેશકુમાર પંચારીયા (47 વર્ષ)એ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -