મુંબઈઃ ઓગસ્ટમાં બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા કારગિલ પહોંચ્યો હતો, જ્યાં તેની અપકમિંગ ફિલ્મ ‘શેરશાહ’નું શિડ્યુલ હતું. આ ફિલ્મ કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક છે. અત્યાર સુદી એક્ટરે શૂટિંગનો ઘણું શિડ્યૂલ ખતમ કરી નાખ્યું છે. જેમાં 1999માં થયેલા કારગિલ વૉર સીક્વન્સ પણ શામેલ છે. હવે જાણકારી મળી છે કે શનિવારે સિદ્ધાર્થનો અકસ્માત થઈ ગયો છે. તે પહાડી વિસ્તારમાં બાઈક ચલાવી રહ્યો હતો આ દરમિયાન તેનો અકસ્માત થયો.

મીડિયા અહેવાલ અનુસાર સિદ્ધાર્થ પોતાના કો એક્ટર શિવ પંડિત સાથે બાઈક રાઈડ કરતો હતો. એ સમયે શિવનું બેલેન્સ બગડ્યું અને બાઈક ગમે તેમ દોડવા લાગી. શિવે તેને કંટ્રોલમાં લાવવા માટે અને બ્રેક મારવા માટે પ્રયત્ન કર્યો. સિદ્ધાર્થ પાછળ બેઠો હતો. બાઈકનું બેલેન્સ ન રહેવાથી તે નીચે ખાબક્યો. આ તો સારૂ થયું કે હેલ્મેટ પહેર્યું હતું બાકી મોટી દુર્ઘટના બનવાની હતી.

સિદ્ધાર્થને દવાખાને લઈ જવામાં આવ્યો છે અને ત્યાં તેની સારવાર કરી. ડોક્ટરએ શિવ પંડિત અને સિદ્ધાર્થને બન્નેને એક અઠવાડિયા માટે આરામ કરવાનું કહ્યું છે. બીજી એક મહત્વની વાત એ પણ બહાર આવી કે સિદ્ધાર્થે રવિવારે શુટિંગ શરૂ રાખ્યું હતું કારણ કે એક સીન માટે 150 લોકોની ટીમ તૈયાર હતી અને એક મોટો સેટઅપ પણ રેડી હતો. સોમવારે તેણે આરામ કર્યો.

આ વિશે સિદ્ધાર્થે કહ્યું, ફિલ્મના શિડ્યૂલ અને સ્કેલને જોતા મારી પાસે રિકવર કરવાનો ટાઈમ નહોતો. આવા અકસ્માત થયા કરતા હોય છે મને લાગે છે કે આ હજુ વધારે ખરાબ થઈ શક્યું હોત. આશા છે કે થોડા દિવસોમાં હું સંપૂર્ણ રીતે સાજો થઈ જઈશ.