'સિમ્બા'ની સક્સેસ પાર્ટીની તસવીરો વાયરલ, અક્ષય-અજયથી લઇ કાજોલ દેખાઇ ફૂલ મસ્તીમાં, જુઓ તસવીરો
ઉલ્લેખનીય છે કે 'સિમ્બા' ફિલ્મ 10 દિવસમાં 175 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચૂકી છે.
આ પાર્ટીની સુંદર તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે, જેમાં રણવીર સિંહ, રોહિત શેટ્ટી અને કરણ જોહર દીપિકા પાદુકોણનો હાથ પકડીને પ્રણામ કરી રહ્યો છે, વળી દીપિકા ત્રણેયને આશીર્વાદ આપી રહી છે.
પાર્ટીમાં બૉલીવુડના દિગ્ગજ સ્ટાર અજય દેવગન પત્ની કાજોલ સાથે પહોંચ્યો હતો, ઉપરાંત અક્ષય કુમારે પણ હાજરી આપી હતી.
ફિલ્મની સક્સેસ બૈશ પાર્ટીમાં આખી ટીમે ખુબ મસ્તી કરી, ફિલ્મની કેટલીક તસવીરો વાયરલ થઇ જેમાં દેખાઇ રહ્યુ છે કે, બૉલીવુડના દિગ્ગજો પણ પાર્ટીમાં સામેલ થયા હતા.
મુંબઇઃ સારા અલી ખાન અને રણવીર સિંહની ફિલ્મ 'સિમ્બા'એ બૉક્સ ઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી છે, કમાણીના મામલે પણ અવ્વલ રહી છે, 28 ડિસેમ્બરની રિલીઝ બાદ સતત રેકોર્ડ બ્રેક પર્ફોર્મન્સ આપતી ફિલ્મ બનતા મૂવીની સમગ્ર ટીમે એક સક્સેસ પાર્ટીનું આયોજન કર્યુ હતુ, અહીં તેની કેટલીક તસવીરો વાયરલ થઇ છે.