Rhea Chakraborty: બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પોતાની ગ્લેમરસ તસવીરોના કારણે આ વખતે પણ ચર્ચામા છવાઇ ગઇ છે, રિયાનો આ બૉલ્ડ અંદાજ કદાચ જ ફેન્સે પહેલા જોયો હશે. બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ભલે કામ અને લાઇમલાઇટથી દુર રહી હોય, પરંતુ સોશ્યલ મીડિયા પર તેને ધમાલ મચાવી દીધી છે. આજકાલ રિયા ચક્રવર્તી એકદમ બદલાયેલી દેખાઇ રહી છે. તાજેતરમાં જ તેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટ (Rhea Chakraborty Latest photoshoot)ની તસવીરો શેર કરી છે, જેમાં તે કમાલની સુંદર લાગી રહી છે. 


ગૉલ્ડન સ્લિટ ગાઉનમાં રિયા ચક્રવર્તી એકદમ કોઇ હૂસ્નની પરી જેવી દેખાઇ રહી છે. ફેન્સને રિયાનો આ હૉટ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે. જલેબી એક્ટ્રેસે આ લૉન્ગ ગાઉમાં ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળનો લૂક કેરી કર્યો છે, તેની બૉસ લેડી એટીટ્યૂડ કૉન્ફિડેન્સ પણ આ લૂકને વધુ બિન્દાસ બનાવી રહ્યો છે. ગ્લેમરસ લૂકની સાથે રિયા આ તસવીરોમાં મજબૂત મહિલાની ઇમેઝ બતાવતી દેખાઇ રહી છે. 






કેટલીક તસવીરોમાં રિયા કેમેરા અને ફેન્સની સામે છે, સોશ્યલ મીડિયા પર રિયા ચક્રવર્તીની વાપસી ખુબ હિટ રહી છે. હવે ફેન્સ તેના આ અંદાજ પર ખુબ ફિદા છે. એક સમય હતો જ્યારે સુશાંત સિંહ રાજપૂત કેસમાં નામ આવ્યા બાદ રિયા ચક્રવર્તી ખુબ ટ્રૉલ થઇ હતી, પરંતુ હવે તેને લોકોની વાતો પર ધ્યાન આપવાનુ બંધ કરી દીધુ છે. રિયા ચક્રવર્તી પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખુબ સ્ટાઇલિશ અવતારમાં દેખાય છે, તેના ફેન્સ મોટાભાગે તેને ટ્રેડિશનલ અવતારમાં જ જોવાનુ પસંદ કરે છે. 


રિયા ચક્રવર્તીની સાદગી અને અદાઓ કમાલની છે, એક્ટિંગ ઉપરાંત રિયા ચક્રવર્તી મૉડેલિંગનો શોખ રાખે છે, જોકે, રિયા ચક્રવર્તી પોતાના કામથી વધુ રિલેશનશીપથી પણ ચર્ચામાં રહી હતી.






















---