મેડમ તુસાદમાં લાગ્યું અનુષ્કાનું પૂતળું, પોતાના હાથથી સેલ્ફી લેતી હોવાનો કરાવશે આભાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Nov 2018 09:54 PM (IST)
1
આ પૂતળાને સિંગાપુરના વેક્સ મ્યૂઝિયમમાં લગાવવામાં આવ્યું છે. એક્ટ્રેસ અનુષ્કા શર્મા શાહરૂખની ફિલ્મ ઝીરોમાં નજરે પડશે. અનુષ્કાના આ પૂતળાનો હાથ ફોન માટે સેલ્ફી લેતો હોય તેવો બનાવાયો છે. જેનાથી તમે સેલ્ફી લઈ શકશો. બાદમાં તેને ડિજિટલી ટ્રાન્સફર કરાશે.
2
આ પૂતળા સાથે સેલ્ફી લેનારા દરેક યૂઝરને તસવીરમાં ખુદ અનુષ્કાએ તેના હાથથી તસવીર ખેંચી હોય તેવું લાગશે. અનુષ્કા પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચનના પૂતળા લગાવવામાં આવી ચુક્યા છે.
3
નવી દિલ્હીઃ સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં વધુ એક બોલીવુડ સ્ટારનું મીતનું પૂતળું લગાવવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનું પૂતળું અહીં મૂકવામાં આવ્યું છે. જે પ્રતિક્રિયા પણ આપશે. મેડમ તુસાદ મ્યૂઝિયમમાં મુકવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ પૂતળું છે.