મુંબઈ: બોલિવૂડ સિંગર મીકા સિંહે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. મીકા સિંહે પાકિસ્તાનમાં આયોજીત એક લગ્ન સમારોહમાં પર્ફોર્મન્સ આપ્યું હતું. જેને લઈને ચારેબાજુથી તેમના પર ફિટકાર અને ટીકાઓનો વરસાદ ચાલુ થઈ ગયો હતો. સોશિયલ મીડિયામાં પણ તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશનએ પણ સિંગર મિકા સિંહની સાથે કામ કરવા પર બેન મૂકવાની જાહેરાત કરી હતી.


સિંગર મીકા સિંહ ભારત પરત ફર્યો છે. સોશિયલ મીડિયામાં મીકા સિંહનો એક વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વાઘા બોર્ડર પર 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા લગાવ્યા હતા. મીકા સિંહે આ વીડિયો 15 ઓગસ્ટના રોજ ટ્વિટર પર શેર કર્યો છે.

ટ્વિટર પર વીડિયો શેર કરતા મીકા સિંહે લખ્યું, મારા પ્રેમ ભર્યા સ્વાગત માટે આપનો આભાર. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ, સાથે સાથે આપણાં સૈનિકોને ઉદેશીને લખ્યું હતું કે, આપણાં જીવન ને સુખમય બનાવવા માટે તેઓ કોઈ તહેવાર ની ઉજવણી કરતાં નથી. જય હિન્દ