દુબઈમાં સિંગર મીકા સિંહની ધરપકડ, બ્રાઝીલની મોડલે લગાવ્યા ગંભીર આરોપ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Dec 2018 09:46 PM (IST)
1
મુંબઈ: બોલીવૂડ સિંગર મીકા સિંહને બ્રાઝીલની એક મોડલ સાથે છેડતી અને અશ્લીલ તસવીરો મોકલવાના કારણે સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈ પોલીસે ધરપકડ કરી છે. મીકા સિંહ પર બ્રાઝીલની 17 વર્ષની એક મોડલે ફરીયાદ કરી હતી કે તેમણે અશ્લીલ તસવીરો મોકલી છે.
2
2016માં મુંબઈની 32 વર્ષની એક મોડલે મીકા સિંહ પર યૌનશોષણનો કેસ નોંધાવ્યો હતો અને ત્યારે રાખી સાવંત તેના સપોર્ટમાં આવી હતી અને કહ્યું હતું કે મીકા હવે બદલાઈ ગયો છે. 2015માં દિલ્હીમાં એક પ્રોગ્રામમાં મીકા સિંહે સ્ટેજ પર ચડેલા પોતાના એક ડૉક્ટર ફેનને માર માર્યો હતો જે કેસમાં તેની ધરપકડ થઈ હતી.
3
મીકા સિંહ આ પહેલા બોલીવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંતને 2016માં પોતાના જન્મદિવસની પાર્ટીમાં કિસ કરવાને લઈને વિવાદમાં ફસાયા હતા. મીકા સિંહને દુબઈની મુરક્કાબાત પોલીસે ગુરૂવારે સવારે 3 વાગ્યે ધરપકડ કરી છે.