ભજન સમ્રાટ સિંગર નરેન્દ્ર ચંચલનું નિધન, અપોલો હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Jan 2021 03:06 PM (IST)
ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું લાંબી બિમારી બાદ નિધન. તેઓ 80 વર્ષના હતા. દિલ્લીમાં અપોલો હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા.
સિંગર નરેન્દ્ર ચંચલ છેલ્લા 2 મહિનાથી દિલ્લી અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બપોરે 12 વાગ્યે તેમણે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા ચલો બુલાવા આયા હૈ હિટ લિસ્ટમાં નરેન્દ્ર ચંચલે ગાયેલા ભજનની વાત કરીએ તો ચલો બુલાવા આયા હૈ, જો જંગલ કે રાજા મેરી મૈયા કો લે કે આજા જેવા અનેક ભજન તેમની હિટ લિસ્ટમાં સામેલ છે. નરેન્દ્ર ચંચલનો જન્મ અમૃતસરના નમક હાંડીમાં થયો હતો.તેમનો ઉછેર ધાર્મિક માહોલમા થયો હતો. તેમને બહુ સંઘર્ષ બાદ બોલિવૂડમાં કામ મળ્યું. તેમણે રોટી કપડા ઓર મકાન, બોબી, બેનામ જેવી અનેક ફિલ્મના ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો. દર વર્ષે જતા હતા વૈષ્ણવ દેવી તેમણે તેમની બાયોગ્રાફી મીડનાઇટ સિંગરમાં તેમના સફર વિશે લખ્યું છે. તેમણે લખ્યું છે કે તેઓ દર વર્ષે 29 ડિસેમ્બરે વૈષ્ણવ દેવી પહોંચી જતા અને વર્ષના છેલ્લા દિવસે ત્યાં પર્ફોમ કરતા. હરભજનસિંહે વ્યક્ત કર્યું દુ:ખ હરભજન સિંહે સિંગર નરેન્દ્ર ચંચલના નિધન અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.