વૈશ્વિક બજારમાં સોનાની ચમક વધી
શુક્રવારે અમદાવાદમાં હાજરમાં સોનું 49442 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું. જ્યારે સોનું ફ્યૂચરમાં 49351 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું. શુક્રવારે શરૂઆતના કારોબારમાં દિલ્હી માર્કેટમાં 22 કેરેટ ગોલ્ડની કિંમત 48400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી જ્યારે મુંબઈમાં તેની કિંમત 48600 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી. વૈશ્વિક બજારમાં સોનું ગુરૂવારે બે સપ્તાહની ઉચ્ચ સપાટી પર પહોંચી ગયું. હાજર સોનું 0.1 ટકા વધીને 1872.25 ડોલર પ્રતિ ઔંસ રહી. યૂએસ ગોલ્ડ ફ્યૂચર 0.3 ટકા વધીને 1871.70 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ.
અમેરિકન બજારમાં સોની કિંમતમાં તેજીની આશા
અમેરિકાની અર્થવ્યવસ્થાને રાહત પેકેજ મળવાની આશાએ વૈશ્વિક બજારમાં સોનામાં ઘટાડો નોંધાયો છે. જોકે આવનારા દિવસોમાં ઉછાળો આવી શકે છે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં સુધારાની સાથે જ મોંઘવારી પણ વધી શકે છે અને રોકાણકારો તેના હેજિંગ માટે સોનામાં રોકાણ વધારી શકે છે. જેના કારણે સોનામાં તેજી આવી શકે છે. નવા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને પ્રથમ દિવસે અનેક નિર્ણય લીધા છે. તેનાથી અમેરિકન બજારમાં તેજી જોવા મળી છે. તેના કારણે સોનામાં પણ તેજી આવી શકે છે.