અફેરની ખબરો વચ્ચે ન્યૂયોર્ક એરપોર્ટ પર કોની સાથે જોવા મળી પ્રિયંકા ચોપરા, જુઓ તસવીરો
પરંતુ શોના નિર્માતાઓએ આ મુદ્દે માફી માગી હતી અને કહ્યું હતું કે, આ મુદ્દે પ્રિયંકાને નિશાન બનાવવું સારું નથી.
‘ક્વાંટિકો 3’ના હાલના એપિસોડમાં હિંદૂ આતંકવાદ બતાવવા પર પ્રિયંકા ઘણાં લોકોના નિશાના પર આવી હતી.
પ્રિયંકા અમેરિકી શો ‘ક્વાંટિકો 3’માં વ્યસ્ત છે. આ સિવાય પ્રિયંકા પોતાના આ શોના એક એપિસોડના કારણે વિવોદામાં પણ ફસાઈ ગઈ છે.
હાલમાં નિક અને પ્રિયંકાએ એકબીજાની તસવીર પર કોમેન્ટ પણ કરી હતી. ત્યાર બાદ આ ખબરોને વધારે મજબૂત બની છે. એટલું જ નહીં એક બોટ પર પણ પ્રિયંકા અને નિક બહુ જ નજીક બેઠા હતા જેની તસવીરો પણ વાયરલ થઈ હતી.
હવે આ બન્નેના સંબંધો પાછળ કેટલું સાચું છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ જેવી રીતે આ બન્ને એક બીજાની સાથે સમય વિતાવી રહ્યા છે તેનાથી એ તો કંઈ શકાયા કે બંન્ને વચ્ચે કંઈ તો છે.
નિક જોનાસ પ્રિયંકા ચોપરાથી ઉંમરમાં લગભગ 10 વર્ષ નાનો છે. પ્રિયંકા ચોપરા હવે 36 વર્ષની થશે, નિક સપ્ટેમ્બરમાં પોતાના 26માં જન્મદિવસની ઉજવણી કરશે.
હાલમાં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને ફેમસ સિંગર નિક જોનાસના ડેટિંગની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રિયંકાનું નિક સાથે નામ ત્યારે જોડાયું જ્યારે તે ગયા વર્ષે મેટ ગાલા દરમિયાન એક સાથે રેડ કાર્પેટ પર ઉતર્યા હતાં.
ન્યૂયોર્ક: અફેરની ખબરો વચ્ચે પ્રિયંકા ચોપરા ફરી એકવાર અમેરિકન સિંગર નિક જોનાસની સાથે જોવા મળી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પ્રિયંકા ચોપરા અને જોનાસ એક એરપોર્ટ પર જોવા મળ્યા હતાં.