કર્ણાટકમાં કરાઈ ખાતાની વહેંચણી, કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવ્યું? જાણો વિગત
નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા જી પરમેશ્વરને ગૃહ વિભાગ સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસના રમેશ જરકીહોલીને મ્યુનિસિપાલિટી વિભાગ, સી પુત્તરંગા શેટ્ટીને પછાત વર્ગ કલ્યાણ વિભાગ અને જયમાલાને મહિલા અને શિશુ વિકાસ અને કન્નડ કલ્ચર વિભાગ સોંપવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંગલોર: કોંગ્રેસ અને જેડીએસે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી ત્યાર બાદ પણ ધારાસભ્યોમાં ઘણો વિવાદ પણ જોવા મળ્યો હતો જ્યારે ખાતાની વહેંચણી કરવામાં આવી ત્યારે પણ વિવાદ જોવા મળ્યો હતો. આખરે કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકારમાં ખેંચતાણ વચ્ચે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ મંત્રાલયના વિભાગોની વહેંચણી કરી છે. તેમણે નાણાં, ખાનગી, સૂચના અને જનસંપર્ક, ઉર્જા અને કપડાં સહિત 11 વિભાગોને પોતાની પાસે રાખ્યા છે.
પાટિલના સમર્થનમાં પાર્ટીના સાતથી આઠ ધારાસભ્ય છે. માનવામાં આવી રહ્યું છે કે આ નારાજ ધારાસભ્ય પણ પાટિલની સાથે દિલ્હી માટે રવાના થયા છે.
જ્યારે, મંત્રી ના બનાવતા નારાજ ચાલી રહેલા કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટિના કાર્યવાહક અધ્યક્ષ એમબી પાટિલને દિલ્હી ખસેડવામાં આવ્યા હતા. કોંગ્રેસ હાઈકમાન દ્વારા ખસેડવામાં આવ્યા બાદ તેઓ દિલ્હી રવાના થઈ ગયા છે.
મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના હાજરીમાં રાજ્યપાલ વજુભાઈવાળાએ કેબિનેટના 25 ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. કર્ણાટક કેબિનેટમાં જેડીએસના 9 અને કોંગ્રેસના 14 ધારાસભ્યોને જોડ્યા હતા. જ્યારે માયાવતીની પાર્ટી બસપાના એકમાત્ર ધારાસભ્ય અને એક અપક્ષને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ સિવાય જેડીએસના વેંકટરાવને પશુપાલન વિભાગ અને અપક્ષ આર શંકરના ભાગમાં વન અને પર્યાવરણ મંત્રાલયની જવાબદારી સોંપી છે. અગાઉ બુધવારે કર્ણાટરમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકારે કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -