યૂફોરિયા બેન્ડના ફ્રન્ટમેન સિંગર પલાશ સેન કોરોના પોઝિટિવ થયા છે. વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ કોવિડ 19ની તપાસમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે એક ફેસબુક પોસ્ટથી તેમના સ્વાસ્થ્યની જાણકારી આપી હતી.


સિંગર પલાશ સેને  કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. જો કે પહેલા વેક્સિનના ડોઝ બાદ તેઓ સંક્રમિત થયા છે. શનિવારે એક ફેસુબક પોસ્ટ દ્રારા તેમણે આ મુદ્દે માહિતી આપી હતી. પલાશ સેને તેમના સ્વાસ્થ્ય મુદ્દે જાણકારી આપતાં લખ્યું કે, “બધાને નમસ્કાર, આજે સારા સમાચાર નથી, હું એક નવી લડાઇ લડી રહ્યો છુંય. દુર્ભાગ્યથી મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે”


પલાશે લખ્યું કે, “હું ઘરમાં અલગ રહી રહ્યો છું. હું આ બીમારીમાં યોગ, આયુર્વેદ, જલયોજન અને રોક એન રોલ જેવા નિયમિત ડોઝ લઉં છું. હું એ લોકોને ટેસ્ટ કરાવવા માટે અનુરોધ કરૂં છું, જે છેલ્લા થોડા દિવસમાં મારા સંપર્કમાં આવ્યાં હોય, મેં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો તેમ છતાં હું સંક્રમિત થયો છું”


55 વર્ષીય ગાયક એક યોગ ચિકિત્સક પણ છે. તેમણે હિન્દીમાં કેટલીક પંક્તિઓ પણ લખી છે. તેમણે લખ્યું, “ આ કોવિડની હિંમત તો જો સીધો ડોક્ટર પર જ હુમલો? કંઇ નહીં કેટલાયનો સામનો કર્યો છે. તેનો પણ કરી લઇશ” તેમની પોસ્ટ પર ટીપ્પણી કરતાં નેટિજેન્સે ચિંતા વ્યક્ત કરી છે ન શીધ્ર સ્વસ્થ થવાની કામના કરી છે.


બોલિવૂડની દુનિયામાં એક નહી અનેક સેલેબ્સ કોરોના સંક્રમિત થઇ ચૂક્યાં છે. સતીષ કોશિક કોરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેઓ શ્રીરામા ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ 72 વર્ષના હતા સારવાર દરમિયાન તેમનું આજે સવારે નિધન થઇ ગયું છે.



બી ટાઉનમાં અત્યાર સુધીમાં અનેક સેલેબ્સને કોરોના થઇ ચૂક્યો છે. આલિયા ભટ્ટ અને અક્ષય કુમાર હાલ હોમ ક્વોરોન્ટાઇન છે.