ટૂંકા કપડામાં ગીત ગાવા પર આ ગાયકને મળી ધમકીઓ
સોનાને ફિલ્મ ઉદ્યોગમાંથી કોઈની મદદ નથી મળી રહી. માત્ર જાવેદ અખ્તર સિંગરના સમર્થનમાં આવ્યા છે. હું એવા પ્રતિક્રિયાવાદી સંગઠનોની ટીકા કરું છું જે અમીર ખુસરોના ગીત પર બનેલ સોનાના વીડિયોનો વિરોધ કરી રહ્યા છે. આ મુલ્લાઓને ખબર હોવી જોઈએ કે અમીર ખુસરો દરેક ભારતીય સાથે જોડાયેલ છે. એ તમારી જાગીર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે લખ્યું, મદારિયા ફાઉન્ડેશને તોરી સૂરત મ્યૂઝિક વીડિયોમાં મારા સ્લીવલેવ ડ્રેસ અને બોડી એક્પોઝિંગ ડાન્સર્સ થવા પર વિરોધ નોંધાવ્યો છે. સૂફી ફાઉન્ડેશનનો દાવો છે કે મને ધમકી આપવા પાછળનો તેમનો ઉદ્દેશ શાંતી જાળવવાનો છે. હું ભારતને પૂછવા માગુ છું કે તમે સિસ્ટરહુડ વિશે શું કહેશો? શા માટે મહિલાઓને કવર કરવા માટે કહેવામાં આવે છે. શા માટે જાહેરમાં ગીત અને ડાન્સ કરવાની ના પાડવામાં આવે છે.
બીજા ટ્વીટમાં સોનાએ લખ્યું, મદારિયા ફાઉન્ડેશને મને ગુનેગાર કહી છે. તેમને મારો 5 વર્ષ જનો વીડિયો મળ્યો છે જેમાં કોક સ્ટૂડિયો પર હું ‘પિયા સે નૈના’ ગીત ગાઈ રહી છું. તેમણે તેને ઇસ્લામની બેઇજ્જતી ગણાવી છે કારણ કે તેમાં મેં ટૂંકા કપડા પહેર્યા છે. સોનાએ આ મામલે કહ્યું, મદારિયા ફાઉન્ડેશન 6 દિવસથી પરેશાન કરી રહ્યા છે.
સોનાના લેટેસ્ટ ટ્રેક ‘તોરી સૂરત’ માટે ધમકીઓ મળી રહી છે. બે ગીતને લઈને વિરોધ થઈ રહ્યો છે. સોના અનુસાર, મદારિયા સૂફી ફાઉન્ડેશન તરફતી તેને ઘણાં દિવસોથી ધમકીઓ મળી રહી છે. સોનાએ મુંબઈ પોલીસને ટ્વિટ કરીને ધમકીની જાણકારી આપી છે. તેણે લખ્યું, ડિયર મુંબઈ પોલીસ, મને મદારિયા સૂફી ફાઉન્ડેશન તરફતી ધમકીઓ મળી રહી છે. તે ઈચ્છે છે કે હું મારા મ્યૂઝિક વીડિયો તોરી સૂરતને દરેક પ્લેટફોર્મ પરથી ડીલીટ કરું. તેમનું કહેવું છે કે, વીડિયો વલ્ગર છે માટે સાંપ્રદાયિક હિંસા થઈ શકે છે.
મુંબઈઃ જાણીતી ગાયક સોના મહાપાત્રાને એક ગીતને લઈને વિવાદ સામે આવ્યો છે. સોનાના આરોપ અનુસાર કેટલાક સંગઠનો તેને ધમકી આપી રહ્યા છે. સંગઠને ટૂંકા કપડા પહેરીને સોનાના ગીત ગાવા પર વિરોધ નોંધાવ્યો છે. ધમકીઓ બાદ ગાયકે પોલીસને જાણકારી આપી છે. નોંધનીય છે કે, સોનાને જે ગીતને લઈને ધમકીઓ મળી રહી છે તેમાંથી એક વીડિયો પાંચ વર્ષ જૂનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -