પારૂલ યુનિવર્સિટી રેપકાંડમાં નવો વળાંક, જયેશ પટેલને કેમ મળ્યા જામીન, જાણો કારણ
જુલાઈ 2016થી આરોપી જયેશ પટેલ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. જયેશ પટેલે રેગ્યુલર જામીન માંગ્યા હતા પરંતુ હાઈકોર્ટે જયેશ પટેલ વિરુદ્ધ ટ્રાયલની પ્રક્રિયા ઝડપી કરવા ટ્રાયલ કોર્ટને નિર્દેશ આપ્યા હતા જેના કારણે જયેશ પટેલના સલાહકારે રેગ્યુલર જામીન માટે અરજી ન કરતા તબીબી સારવાર કરવાના કારણોસર જામીન માગ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોર્ટે આરોપીને જામીન દરમિયાન મોબાઇલ, લેપટોપ સહિતની વસ્તુનો ઉપયોગ ન કરવા પણ આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે પારૂલ યુનિવર્સિટીમાં 22 વર્ષની નર્સિંગની વિદ્યાર્થિનીએ જયેશ પટેલ પર રેપનો આરોપ લગાવ્યો હતો.
કોર્ટે આ જામીન આપતાં પહેલા કોર્ટમાં ડિપોઝીટ પેટે 10 લાખ રૂપિયા જમા કરાવવાની શરત મૂકી છે. જેથી શરતોનો ભંગ થાય તો આ રકમ જપ્ત કરવામાં આવશે. આ સર્જરી ચેન્નાઈમાં કરાવવાની હોવાથી જામીન મંજૂર કરતી વખતે હાઇકોર્ટે જયેશ પટેલને ગુજરાતમાં ન પ્રવેશવાના આદેશ આપ્યો છે.
જોકે આ મામલાની કાયદાકીય તપાસમાં કોઈ ગરબડ ન થાય એ માટે જામીન અરજી મંજૂર કરતાં જસ્ટિસ પી.પી. ભટ્ટે રેપ પીડિતા સહિતના સાક્ષીઓને પોલીસ પ્રોટક્શન પૂરું પાડવા માટે અને પૂરાવાઓ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ ન કરે તેની ખાતરી કરવા આદેશ આપ્યા છે.
અમદાવાદ: એક વર્ષ પહેલા ચર્ચાસ્પદ પારૂલ યુનિવર્સિટી રેપકાંડમાં નવો વળાંક આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે રેપ કેસના આરોપી અને પારૂલ યુનિવર્સિટીના ટ્રસ્ટી જયેશ પટેલને ખાસ સર્જરી કરાવવાની હોવાથી 21 દિવસના જામીન મંજૂર કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -