કાજલે એક સેશ પહેર્યો હતો, જેમાં બ્રાઇડ ટુ બી લખ્યું હતું. જ્યારે નિશાના સેશ પર બ્રાઈડ ટ્રાઈબ લખેલું હતું. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપરાંત નિશાથએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક સ્ટોરી શેર કરી છે. જેમાં તે ફૂગ્ગો પકડતી જોઈ શકાય છે. જેના પર કાજલની બેચલર પાર્ટી લખેલું છે.
[insta]
[/insta]
આ પહેલા કાજલે ઈન્સ્ટાગ્રામ પર લગ્નને લઈ નિવેદન જાહેર કર્યુ હતું. જે બાદ તેની બહેન નિશાએ પાર્ટીની તસવીર શેર કરી હતી. કાજલે એક પોસ્ટમાં જણાવ્યું કે, ગૌતમ કિચલૂની સાથે લગ્ન કરવાની છે. કોરોનાને જોતાં લગ્ન સમારંભમાં માત્ર પરિવારના જ લોકો હાજર રહેશે.
" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">
કોણ છે ગૌતમ કિચલુ
ગૌતમ કિચલુ એક આંત્રપ્રેન્યોર અને ઈન્ટીરિયર ડિઝાઇનર છે. તે ડિસ્ટન લિવિંગ ડિઝલાઇન શોપનો ફાઉન્ડર પણ છે. હાઉસ ડિઝાઇન ઉપરાંત ગૌતમ કિચલૂની કંપની ફર્નીચર, ડેકોર આઈટમ્સ, પેઇન્ટિંગ્સ તથા અન્ય હાઉસહોલ્ડ સામાન પણ વેચે છે. ગૌતમ અને કાજલ એકબીજાને ઘણા લાંબા સમયથી ડેટ કરતા હતા.
" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">