મુંબઇઃ હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરી આજકાલ ડાન્સ નહીં પરંતુ માં બનવાને લઇને ચર્ચામાં છે. સપના ચૌધરી માતા બની ગઇ છે, અને તેને એક દીકરાને જન્મ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સપનાએ 4 ઓક્ટોબરે એક દીકરાને જન્મ આપ્યો છે, રિપોર્ટ છે કે સપના ચૌધરીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાના બૉયફ્રેન્ડ વીર સાહૂ સાથે સગાઇ કરી લીધી હતી, અને હવે જલ્દી લગ્ન કરવાના છે. આવામાં બાળકની ખબરે બધાને ચોંકાવી દીધા છે. આ બધાની વચ્ચે સપનાએ પૉસ્ટ કરી છે જે ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

ખરેખરમાં, થોડાક સમય પહેલા જ સપના ચૌધરીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી હતી, આ તસવીરની સાથે સપનાએ કેપ્શનમાં લખ્યું છે- મે લોકોને જવાબ મારા કામથી આપ્યો છે. ફાલતુની વાતો બોલવી અને સાંભળવી મારી આદત નથી. Wait and watch'.



હવે સપનાની આ પૉસ્ટથી દરેકને અંદાજો આવી ગયો છે કે, સપનાએ પહેલાથી જ ફેન્સને હિન્ટ આપી દીધી હતી. સોશ્યલ મીડિયા પર સપનાની આ પૉસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે.



તાજેતરમાંજ સપના ચૌધરીના પતિ વીર સાહૂએ લાઇવ વીડિયો દ્વારા ટ્રૉલર્સને જવાબ આપતા કહ્યું છે કે,- કોઇની પણ પર્સનલ લાઇફમાં લોકોનો હસ્તક્ષેપ ઠીક નથી. અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે. લોકોને આનાથી ફરક ના પડવો જોઇએ. ઉલ્લેખનીય છે કે, સપના ચૌધરી અને વીર સાહૂ છેલ્લા 4 વર્ષથી રિલેશનશીપમાં છે. વીર સાહૂ એક સિંગરની સાથે સાથે એક એક્ટર પણ છે. સપના ચૌધરીએ રવિવારે પોતાના સાસરીયામાં એક ખાનગી હૉસ્પીટલમાં દીકરાને જન્મ આપ્યો, તેના પતિએ ફેસબુક લાઇવ મારફતે ખુદ આ વાતની જાણકારી આપી હતી.